Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

પાર્થરાજ કલબ આયોજીત 'બામ્બુ બિટ્સ'માં ૫૦૦ ઈનામોનો વરસાદ

નવરાત્રી, નવા સરનામે, નવા રંગરૂપ અને નવા આકર્ષણો સંગાથે રમાશે 'ડિઝીટલ દાંડિયા'

રાજકોટ, તા. ૧૭ :. 'ગુજરાત મિરર' અને પાર્થરાજ કલબ આયોજિત બામ્બુ બિટ્સ દાંડિયા-૨૦૧૮ અનેક રીતે રાજકોટમાં ટ્રેન્ડ સેટર બની રહેશે. શહેરના સૌથી મોટા અને વિશાળ એવા નાનામવા સર્કલ ખાતે યોજાનારા આ રાસોત્સવ રાજકોટનો પ્રથમ ડિઝિટલ રાસોત્સવ બની રહેશે. સાથો સાથ રાસોત્સવમાં પહેલા કયારેય ન અપાયા હોય તેટલા એટલે કે ૫૦૦થી વધારે ઈનામોનો વરસાદ ખેલૈયાઓ પર થશે. ૧૬ હાઈફાઈ મોટર બાઈક, ૩૦ એલઈડી ૩૨ ઈંચ ટેલીવિઝન, ૩૦ રેફ્રીઝરેટર, ૩૦ વોશિંગ મશીન સહિત ૫૦૦થી વધારે ઈનામોથી વિજેતાઓને નવાજાશે.

છેલ્લા ૧૦થી વધારે વર્ષોથી બામ્બુ બિટ્સ માત્ર રાજકોટ જ નહીં પરંતુ સૌરાષ્ટ્રભરમાં કલાસ દાંડિયા પ્રેમીઓ અને ખેલૈયાઓની નંબર વન પસંદગી બન્યુ છે ત્યારે આ વર્ષે 'ગુજરાત મિરર' અને પાર્થરાજ કલબના સથવારે 'બામ્બુ બિટ્સ' ગરબા-૨૦૧૮ રાજકોટ જ નહીં સૌરાષ્ટ્રની સૌથી વિશાળ અને અત્યાધુનિક સાઉન્ડ સિસ્ટમ પર ખેલૈયાઓને ગરબે રમાડશે જ નહીં પરંતુ ઝુમાવશે. રાજકોટના ઈડન ગાર્ડન ગણાતા સૌથી મોટા મેદાન નાનામવા સર્કલ ખાતે ખેલૈયાઓને થ્રીડી ગરબાની અનુભૂતિ થશે. સાથોસાથ લાઈટીંગ ઈફેકટથી ખેલૈયાઓને ગરબાના મેદાન નહીં પરંતુ સ્ટેડિયમની અનુભૂતિ થશે.

પાર્થરાજ કલબની યુવા ટીમ રાત-દિવસ જહેમત ઉઠાવી ધમાકેદાર પારિવારીક રાસ ઉત્સવને અંતિમ ઓપની તૈયારીમાં લાગી ગયા છે. રોશનીનો ઝળહળાટ વચ્ચે ખેલૈયાઓ મનમુકી રમી શકે તેવુ ભવ્ય ગ્રાઉન્ડ રાખવામાં આવશે.

ખેલૈયાઓને લાગેલા ઈનામોનો વરસાદ વરસાવવામાં આવશે. પાર્થરાજ કલબ અને 'ગુજરાત મિરર' પ્રેઝન્ટ બામ્બુ બિટ્સ રાસોત્સવમાં યુવાધનને ડોલાવવા માટે હાઈફાઈ સાઉન્ડ સીસ્ટમની સાથોસાથ ગ્રાઉન્ડમાં સુંદર વ્યવસ્થા ગોઠવી એકી ડીઝીટલ રાસ ઉત્સવનું નિર્માણ કરાશે. રાજકોટમાં પ્રથમવાર આયોજનને નવારૂપ રંગ આપવામાં આવશે. રાજકોટમાં કયારેય ન થયું હોય તેવું ભવ્યાતિભવ્ય આયોજન રાજકોટમાં આ વર્ષે થશે. આ આયોજનને સફળ બનાવવા માટે રાજ ગઢવી, પ્રશાંત ઉકાણી, રવિ વાગડિયા, ભાર્યવ વાગડીયા, ભાર્ગવ વાગડીયા, હેમલ ગોહેલ, એન.ડી.ગઢવી, રૂપેશ તેરૈયા, જગત મારટિયા, મનીષ પટેલ, સંજય પટેલ, વિમલ ચિરાણી, ભાવેશ ગાંધી, શિમોલીબેન શાહ, બૈજુ જોશીપુરા સહિતના કમિટી મેમ્બરો બામ્બુ બિટ્સ નવરાત્રી મહોત્સવને ચાર ચાંદ લગાવવા જહેમત ઉઠાવી રહ્યા છે.

છેલ્લા ૧૦ વર્ષથી રાજકોટના કલાસ ખેલૈયાઓની પહેલી પસંદ બનેલા 'બામ્બુ બિટ્સ'નું આ વખતે પાર્થરાજ કલબ સાથે 'ગુજરાત મિરર' સાથે સત્તાવાર જોડાણ થયુ છે. સંયુકત કમિટિની રચના બાદ તૈયારીઓનો ધમધમાટ શરૂ થઈ ચૂકયો છે, ત્યારે 'બામ્બુ બિટ્સ'ના નામ પર 'રોકડિયા' જશ ખાટવા પણ સોશ્યલ મીડિયા પર 'ધમપછાડ' શરૂ થયો છે ! પરંતુ ખેલૈયાઓ થઈ જાવ તૈયાર ! 'બામ્બુ બિટ્સ' આ વર્ષથી નવા બેનર, નવા સરનામા અને નવા આકર્ષણો સાથે 'ડીઝીટલ ગરબે' રમાડવા રેડી છે.

રાજ ગઢવી (ઓર્ગેનાઈઝર), પ્રશાંત ઉકાણી (ચેરમેન), રવિ વાગડિયા (ટ્રસ્ટી), ભાર્ગવ વાગડીયા (વાઈસ પ્રેસીડેન્ટ), હેમલ ગોહેલ (મેનેજર), એન.ડી. ગઢવી (ટ્રેઝરર), રૂપેશ તેરૈયા (મેનેજર), જગત માટરિયા (ટ્રસ્ટી), મનીષ પટેલ (મેનેજર), સંજય પટેલ, વિમલ ચિકાણી, ભાવેશ ગાંધી સહિતની ટીમ જહેમત ઉઠાવી રહી છે.

(3:56 pm IST)