Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

ડીલક્ષ ચોક પાસે ફરલો સ્કવોડ દારૂના ૨૭૪ 'ચપલા' સાથે ૪ મહિલા પકડાઇ

સ્કવોડના કોન્સ. મહમંદ અઝરૂદીનની બાતમીઃ ઘંટેશ્વર રપ વારીયાના બનારશ અંગ્રેજીયાનું નામ ખુલ્યું:

રાજકોટ તા.૧૭: કુવાડવા રોડ ડીલક્ષ ચોક નજીક પેરોલ ફરલો સ્કવોડે બાતમીના આધારે દરોડો પાડી દારૂના ૨૭૪ 'ચપલા' સાથે ચાર મહિલાને પકડી લીધી હતી.

મળતી વિગત મુજબ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ તથા જોઇન્ટ કમિશનર સિદ્ધાર્થ ખત્રી તથા ઝોન -૧ના ડીસીપી રવિ મોહન સૈની અને ઝોન-રના એમ.એન. જાડેેજાએ નાસતા ફરતા આરોપી તથા પેરોલ ફરલો રજા ઉપરથી ફરાર કેદીઓને સુચના આપતા પેરોલ ફરલો સ્કવોડના પીએસઆઇ બી.કે. ખાચર, હેડ કોન્સ. બકુલભાઇ વાઘેલા, મધુકાંતભાઇ, મહંમદ અઝરૂદીનભાઇ બુખારી, જયપાલસિંહ ઝાલા તથા ચંદ્રકાંતભાઇ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે કોન્સ. મહંમદ અઝરૂદીન બુખારીને મળેલ બાતમીના આધારે કુવાડવા રોડ પર ડીલક્ષ ચોક નજીક દરોડો પાડી જંકશન પોલીસ ચોકી પાસે ફુટપાથ ઉપર રહેતી છાયા રવિ જાદવ) (ઉ.વ.૨૫), ગીતા રમેશ જાદવ (ઉ.વ.૪૦), ઘંટેશ્વર રપવારીયાની સમીના સરીફભાઇ દોસાણી (ઉ.વ.૩૨), ઘંટેશ્વર રપ વારીયા કવાર્ટરનં. ૨૪રમાં રહેતી હસીના સોહીલ ચોેધરી (ઉ.વ.૩૦)ને રૂ. ૨૭,૪૦૦ની કિંમતના દારૂના ૨૭૪ 'ચપલા' સાથે પકડી લીધા હતા. ચારેયની પુછપરછ કરતા આ દારૂનો જથ્થો ઘંટેશ્વર રપ વારીયા કવાર્ટરમાં રહેતો બનારસ અંગ્રેજીયાએ મંગાવ્યો હોવાનું ખુલતા પોલીસે બનારસની શોધખોળ આદરી છે.

દારૂની ૧૬ બોટલ સાથે મહંમદ પકડાયો

 એ ડિવીઝન પોલીસ મથકના પીએસઆઇ એસ.વી. સાખડા સહિતે પેટ્રોલીં દરમ્યાન બાતમીના આધારે સોનીબજારમાં દરોડો પાડી દારૂની ૧૬ બોટલ સાથે ખત્રીવાડ ઘેલા વાણંદની શેરીમાં રહેતો મહંમદ મજીદભાઇ પીપરવાડીયાને પકડી લીધો હતો.

(3:55 pm IST)