Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

'અક્ષરનગર કા રાજા' ગણેશોત્સવમાં ઉમટતા ભકતો : રોજેરોજ કાર્યક્રમો

                 અત્રેના ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલ 'અક્ષરધામ કા રાજા' ગણેશોત્સવ જબરૂ આકર્ષણ જમાવી રહ્યો છે. અહિં રોજેરોજ મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી રહ્યા છે અને દુંદાળાદેવના આશિર્વાદ પ્રાપ્ત કરી રહ્યા છે. આકર્ષક મૂર્તિ અને નયનરમ્ય ડેકોરેશન જમાવટ કરી રહ્યા છે. આ ગણેશોત્સવ દરમિયાન રોજેરોજ કાર્યક્રમો યોજાય છે જે દરમિયાન ગઇ કાલે છપ્પનભોગ હતો. જેનો મોટી સંખ્યામાં ભાવિકોએ દર્શનનો લાભ લીધો હતો. બે દિવસ પછી ભગવાન સત્યનારાયણની કથાનો કાર્યક્રમ પણ યોજાવાનો છે. આ ગણેશોત્સવની વિશેષતાએ છે કે, અહિં રોજ ગણેશભકિતની સાથે આદ્યશકિતની આરાધના પણ કરવામાં આવે છે. દરરોજ બહેનોના ગરબા પણ યોજાય છે. આ ગણેશોત્સવને સફળ બનાવવા રમાબા જાડેજા, ખમાબા જાડેજા, સોનુબેન વાઘેલા, મનીષાબેન શિરોડીયા, ગીતાબેન ભીમજીયાણી, જ્યોતિબેન, ટીનાબેન, નિકીતાબા, સંદિપભાઇ ત્રિવેદી અને નંદાભાઇ વાઘેલા વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

(3:49 pm IST)