Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

રેસકોર્ષમાં બાંટવાના કારડીયા રાજપૂત રાસ મંડળની જમાવટ : નગરજનો મંત્રમુગ્ધ

રાજકોટ : શહેર ભાજપ પ્રમુખ તથા ગણપતિ મંગલ મહોત્સવ સમિતિના ઈન્ચાર્જ કમલેશ મીરાણીના માર્ગદર્શન હેઠળ સિદ્ધિ વિનાયક ધામ ખાતેના ગણપતિ મહોત્સવમાં સાંસ્કૃતિક કાર્યક્રમ અંતર્ગત સ્કુલના વિદ્યાર્થીઓ તથા બાટવા (જૂનાગઢ)ના  પ્રસિદ્ધ કારડીયા રાજપૂત રાસમંડળ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા સાંસ્કૃતિક સમિતિના ઈન્ચાર્જ તેમજ મુખ્ય માર્ગદર્શક કિશોરભાઈ રાઠોડ, સાથે સાંસ્કૃતિક સમિતિના સભ્યો સહિતનાએ જહેમત ઉઠાવી હતી.

(3:39 pm IST)