Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

'રાજકોટ કા રાજા' લોકદરબારમાં ગણેશ ભકતો ઉમટ્યા...

મહાનુભાવો સાથે આરતીનો લાભ લેતા ૧૦૮ ભાગ્યવિધાતા : આજે રાત્રે 'હાસ્યનો હલ્વો'

રાજકોટ : મધુવન કલબ દ્વારા આયોજિત ગણપતિ મહોત્સવ 'રાજકોટ કા રાજા' લોક દરબારમાં ગઇકાલે રાત્રે મનવાંતા મહેમાનો આવેલા જેમાં દિવ્યભાસ્કર પ્રેસ ના તંત્રી શ્રી દેવેન્દ્રસિંહ પાંજરોલીયા, શિક્ષણ સમિતિ ચેરમેન નરેન્દ્ર ઠાકુર, બાંધકામ સમિતિ ચેરમેન શ્રી મનીષભાઈ રાડીયા, સેનિટેશન સમિતિ ચેરમેન શ્રી અશ્વિનભાઈ ભોરાણીયા, વોર્ડ નં. ૧૦ પ્રમુખ શ્રી રજની ગોલ, દંડક તેમજ વોર્ડ નં. ૭ ના કોર્પોરેટર શ્રી અજયભાઈ પરમાર, કોર્પોરેટર શ્રી મીનાબેન પારેખ, વોર્ડ નં.૭, વોર્ડ નં.૧૦ વોર્ડ નં.૨ના તમામ સંગઠનોના પ્રમુખ શ્રી, મહામંત્રીશ્રીઓ, એડ્વોકટ શ્રી કિરટભાઇ ગોહેલ, શાષક પક્ષ નેતા શ્રી તેમજ વોર્ડ નં. ૬ ના કોર્પોરેટર શ્રી દલસુખભાઈ જાગણી  અને ભાગ્ય વિધાતાઓએ મહાઆરતીનો લાભ લીધો હતો.

જયારે ગઈ કાલે રાત્રે 'રાજકોટ કા રાજા'ના ભવ્ય પ્રાંગળમાં ફકત બહેનો માટે પારંપારિક દાંડિયા રાસ – ગરબા સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિજેતા થયેલ બહેનોને ૧ થી ૫ ઇનામો જાહેર કરવામાં આવ્યા હતા. રાજકોટ ની જનતા એ ડીજે ના તાલે મનમૂકીને આ પારંપારિક રાસ-ગરબા ને માણ્યા હતા. 'રાજકોટ કા રાજા' લોક દરબારમાં આજે રાત્રે 'હાસ્યના હલવાનો' કાર્યક્રમ રાખવામા આવેલ છે.

આ ઉપરાંત દરરોજ ૧૦૮ ભાગ્યવિધાતા મહાઆરતી નો અનેરો લહાવો આપવામાં આવે છે. મધુવન કલબ દ્વારા આયોજિત આ ગણપતિ મહોત્સવ 'રાજકોટ કા રાજા'માં આરતી પ્રસાદ લેવા આયોજકો પ્રમુખ શ્રી આશિષભાઈ વગડિયા, રાજભા ઝાલા, રાજુભાઇ કીકાણી, મહેશભાઇ જરીયા, સની જરિયા તેમજ સર્વે કમિટી મેમ્બરોએ અપીલ કરી છે.

(3:38 pm IST)