Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

સિદ્ધિ વિનાયક ધામ ખાતે બહેનો માટે 'વન મિનિટ' ઓપન રાજકોટ સ્પર્ધા

 રાજકોટ : શહેર ભાજપ પ્રમુખ તથા ગણપતિ મંગલ મહોત્સવ સમિતિના ઈન્ચાર્જ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ સિદ્ધિ વિનાયક ધામ ખાતે આયોજીત ગણેશ મહોત્સવમાં બહેનો માટે ઓપન રાજકોટ ''વન મિનિટ'' સ્પર્ધાનું આયોજન થયેલ. જેમાં એક મિનિટની અંદર ચાંદલા ચોડવાની હરીફાઈ, દોરીમાં ગાંઠ વાળવાની હરીફાઈ, બહેરા - મૂંગા સ્પેશ્યલ બહેનો માટે એક મિનિટમાં પ્રશ્નોના જવાબ લખવા સહિતની રોચક રમતો ધરાવતી સ્પર્ધા યોજાઈ હતી. વન મિનિટ સ્પર્ધામાં ચાંદલા ચોડવાની સ્પર્ધામાં પ્રથમ હેતલબેન પંકજભાઈ બુદ્ધદેવ, દ્વિતીય  નેહાબેન બીપીનભાઈ બુદ્ધદેવ, તૃતીય સાવીત્રીબેન યાદવ વિજેતા જાહેર થયા હતા તેમજ ''એક મિનિટ''માં દોરીમાં ગાંઠ બાંધવાની સ્પર્ધામાં પ્રથમ, દિપાલીબેન ગોહીલ, દ્વિતીય સીમાબેન અગ્રવાલ, તૃતીય ઉલ્હાસબેન ઝાલા તેમજ ''વન મિનિટ'' સ્પર્ધામાં બહેરા - મુંગા સ્પેશ્યલ બહેનો સ્પર્ધામાં એક મીનીટમાં પ્રશ્નોના જવાબ લખવાની સ્પર્ધામાં પ્રથમ રામ શ્રદ્ધાબેન લક્ષ્મણભાઈ, દ્વિતીય મકવાણા સોનલબેન અનિલભાઈ, તૃતીય ચાંડપા મુનિ એભાભાઈને વિજેતા જાહેર કરાયા હતા. આ સ્પર્ધાને સફળ બનાવવા સાંસ્કૃતિક સમિતિના ઈન્ચાર્જ કિશોરભાઈ રાઠોડ તેમજ સાંસ્કૃતિક સમિતિના સર્વે સભ્યોએ જહેમત ઉઠાવી હતી.

(3:38 pm IST)