Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

રાજકોટ સંગીત નૃત્ય નાટ્ય મહાવિદ્યાલય ખાતે તાલીમ મેળવી રહેલ શ્વેતલ જૈનપુર રાજયકક્ષાના કલા મહાકુંભમાં શાસ્ત્રીય ગાયનમાં પ્રથમ

રાજકોટ,તા.૧૭: હેમુ ગઢવી ઓડિટોરીયમ રાજકોટ ખાતે યોજાયેલ રાજયકક્ષાના કલા મહાકુંભમાં શાસ્ત્રીય કંઠ્ય સંગીત હરીફાઈમાં રાજકોટની સુવિખ્યાત સંગીત સંસ્થા સંગીત નૃત્ય નાટ્ય મહાવિદ્યાલયના શાસ્ત્રીય ગાયનના વિદ્યાર્થીની કુ.શ્વેતલ સુનિલભાઈ જૈનપૂરે એ બી ગ્રુપની સ્પર્ધામાં રાગ મિયાં મલ્હારની સુંદર રજૂઆત કરી પ્રથમ સ્થાન મેળવી સંસ્થા તેમજ શહેરનું ગૌરવ વધારેલ છે. કુ.શ્વેતલ જૈનાપૂરે છેલ્લા સાત વર્ષથી સંસ્થામાં નિયતીબેન ભટ્ટ પાસેથી શાસ્ત્રીય સંગીતની તાલીમ મેળવી રહ્યા છે. તેમની સાથે તબલા પર સાથ સંસ્થાના વિદ્યાર્થી હર્ષલ ભટ્ટે આપેલ.(૩૦.૩)

(1:00 pm IST)