Gujarati News

Gujarati News

News of Wednesday, 17th August 2022

બાલભવનમાં જન્માષ્ટમી મેળાનો પ્રારંભ

રાજકોટ તા. ૧૭: જન્માષ્ટમી પર્વે બાલભવન દ્વારા મેળાનું આયોજન થયું છે. ૧૬ ઓગષ્ટથી શરૃ થયેલ આ મેળાનો લાભ રાજકોટીયન્સ જ નહિ પરંતુ ગુજરાતભરના લોકો ૪ નવેમ્બર સુધી માણી શકશે.

આ વર્ષે વધુ મોટા પ્રમાણમાં અને અત્યાધુનિક રીતે આ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. બાળકોથી લઇને મોટેરાઓ પરિવાર સાથે બાલભવન જન્માષ્ટમી મેળાનો ર૦ દિવસ અનેરો આનંદ લઇ શકશે.

બધા જ પ્રકારના સેંગમેન્ટમાં સ્ટોલને આવરી લેવાયા છે. બાળકો માટે અવનવી રાઇડ્સ અને ફ્રી ચિલ્ડ્રન પાર્ક, તેમજ ફૂડ સ્ટોલ તો ખરા જ. આ ઉપરાંત બાળકોથી લઇ મોટા સુધીના તમામ લોકો માટે બ્રેક ડાન્સ, નાવડી, ઝાયન્ટ વ્હીલ, તેમજ મોટી બીજી અનેક રાઇડ્સ, બાળકો માટે જમ્પિંગ અને ઘણું બધું ગોઠવવામાં આવ્યું છે. ૩૦૦ થી વધુ પ્રોડકટસના સ્ટોલ છે.

રાજકોટવાસીઓ આનંદ ઉલ્લાસ સાથે મેળાને માણી શકે તેવું આયોજન બાલભવન રાજકોટનાં માનદ્ મંત્રી મનસુખભાઇ જોષી અને ટ્રસ્ટી ડો. અલ્પાબેન ત્રિવેદી (હેલીબેન) નાં માર્ગદર્શન હેઠળ કિરીટભાઇ વ્યાસ, ધર્મેન્દ્ર પંડયા, કૃષ્ણદેવસિંહ જાડેજા, સાગર ઠકકર, ફિરોજભાઇ, શમિમભાઇ, અને બાલભવનની ટિમ દ્વારા કરવામાં આવ્યું છે.

(4:48 pm IST)