Gujarati News

Gujarati News

News of Wednesday, 17th August 2022

પુજીત ટ્રસ્ટના બાળકો દેશભકિતના રંગે રંગાયા

રાજકોટ : પુજીત રૃપાણી મેમોરીયલ ટ્રસ્ટ દ્વારા ટ્રસ્ટના ભવન ખાતે ટ્રસ્ટના ચેરમેન અને રાજયના પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૃપાણીના હસ્તે ધ્વજારોહણ કાર્યક્રમ યોજાઈ ગયો. ધ્વજવંદન કાર્યક્રમ બાદ પુજીત રૃપાણી મેમોરીયલ ટ્રસ્ટના બાળકો દ્વારા દેશભકિતથી  તરબોળ રંગારંગ કાર્યક્રમ યોજાયો હતો.જેમાં આઝાદીના લડવૈયા ચંદ્રશેખર આઝાદ,ઙ્ગ ભગતસિંહ,ઙ્ગ સુખદેવ તથા રાજગુરુની ભૂમિકા અદા કરતું રૃપક રજૂ કરવામાં આવેલ.ઙ્ગ તે ઉપરાંત યોગ, સૂર્ય નમસ્કાર,ઙ્ગ પિરામિડ અને દેશભકિતના ગીતો ઉપર નૃત્ય રજૂ કરાયા હતા.ઙ્ગ પ્રત્યેક કૃતિઓ બાદ હોલમાં તાળીઓનોઙ્ગ ગુંજરવ બજતો રહ્યો હતો.  બાળકોની કૃતિઓથી વિજયભાઈ રૃપાણીએ પ્રભાવિત થઇ બાળકો તથા કૃતિઓ તૈયાર કરાવનાર સૌને અભિનંદન પાઠવ્યા હતા. સાંસ્કૃતિક કાર્યક્રમ ટ્રસ્ટી શ્રીમતીઙ્ગ અંજલીબેન રૃપાણીના માર્ગદર્શન અંતર્ગત તૈયાર કરવામાં આવેલ હતો. આઙ્ગ કાર્યક્રમમાં ટ્રસ્ટનાં કાર્યકર્તા શ્રી ડો.જૈમનભાઈ ઉપાધ્યાય, મુકેશભાઈ મહેતા, વિક્રમભાઈ પાઠક, હસુભાઈ ગણાત્રા,ઙ્ગ બીપીનભાઈઙ્ગ વસા,ઙ્ગ દિવ્યેશભાઈ પટેલ,ઙ્ગ હરીશભાઈ શાહ,ઙ્ગ કમલેશભાઈ પારેખ,ઙ્ગ જયસુખભાઇ ડાભી,ઙ્ગ એન. જી. પરમાર,ઙ્ગ રાજુભાઈ શેઠ, ઉમેશભાઈ કુંડલીયા, હરેશભાઈ ચાંચિયા, કિશોરભાઈ ગમારા, કિરીટભાઈ પરમાર, જીગ્નેશભાઈ રત્નોતર, જીગરભાઈ ભટ્ટ, પ્રકાશભાઇ નિરંજની, સંજયભાઈ કાપડિયા, સુનિલભાઈ ઉપાધ્યાય વગેરે ઉપસ્થિત રહ્યા હતા. ધ્વજવંદન કાર્યક્રમ તથા સાંસ્કૃતિક કાર્યક્રમનું સંચાલન તથા આભારવિધિ ટ્રસ્ટના વહીવટી અધિકારી શ્રી ભાવેનભાઇ ભટ્ટે કરી હતી.ઙ્ગ તેમજ કાર્યક્રમને યશસ્વી બનાવવા કો-ઓર્ડીનેટર જયદીપભાઈ ગોહેલ, નિરાલીબેન રાઠોડ તથા કર્મચારીઓ શીતલબા ઝાલા, ધાનીબેન મકવાણા, પ્રીતિબેન મહેતા, છાયાબેન ઓળકિયા, વર્ષાબેન મકવાણા, પ્રેમભાઈ જોશી,અંજનાબેન રત્નોતર, વલ્લભભાઈ વરચંદ, ડો. મીનલબેન ત્રિવેદી, ડો.જસ્મિતાબેન ચાવડા, ડો.નેન્સીબેન ડોબરિયા, ડો.માનસીબેન રાજાણી, ડો.દૃષ્ટિ ગઢીયા, ડો.નિવા ગોતી, ડો.દેવડા સેજલ, ડો. ચિંતનભાઈ જોશી, ડો. યશભાઈ કોગજે, જાનકીબેન રામાણી, નેહાબેન સોલંકી, દિપકભાઈ જોશી, કાંતિભાઈ નિરંજની, દેવજીભાઈ પરમાર,પ્રવિણભાઇ ખોખર, અનુપભાઈ રાવલ, કુંઢીયા ભગવતીબેન, સાગરભાઇ પાટીલ, ઙ્ગ જયશ્રીબેન ગોઢાણિયા, ભરતભાઇ પાઠક, સકિનાબેન અજમેરી, હંસાબેન સરવૈયા વગેરેએ જહેમત ઉઠાવેલ હતી.

(4:40 pm IST)