Gujarati News

Gujarati News

News of Wednesday, 17th August 2022

સંત કબીર રોડ પર પેટ્રોલ પંપ પાસે જ કારમાં આગ લાગતા નાસભાગ

ફાયર બ્રિગેડ સ્‍ટાફે અડધો કલાકની જહેમત બાદ આગ કાબુમાં કરીઃ ડ્રાઇવરનો બચાવ

રાજકોટ તા. ૧૭ : શહેરના સંત કબીર રોડ પર પેટ્રોલ પંપ નજીક કારમાં આગ ભભુકી ઉઠી હતી બનાવની જાણ થતા ફાયર બ્રિગેડ સ્‍ટાફે તાકીદે સ્‍થળ પર પહોંચી આગ બુઝાવી હતી. રાજકોટમાં રહેતા આંબાભાઇ રામજીભાઇ બાંભવા પોતાની જી.જે.૩ એબી.ર૮ર૩ નંબરની મારૂતીઝેન લઇ સંતકબીર રોડ પર નાલા પાસે પેટ્રોલપંપ નજીકથી પસાર થતી હતી. ત્‍યારે અચાનક કારમાં આગ લાગી હતી તેથી તુરતજ તે કારમાંથી બહાર નીકળી ગયા હતા. અને ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયરબ્રિગેડ સ્‍ટાફે તાકીદે સ્‍થળ પર પહોંચી આગ બુઝાવી હતી. તેની બાજુમાં પેટ્રોલ પંપ હોઇ સદનસીબે કોઇ જાનહાની થવા પામી ન હતી અને મોટી દુર્ઘટના થતી અટકી હતી.

(5:04 pm IST)