Gujarati News

Gujarati News

News of Wednesday, 17th August 2022

ડિઝમી પ્લે હાઉસમાં વેશભૂષા સ્પર્ધા

ડિઝમી પ્લે હાઉસ મવડી દ્વારા આ વર્ષે જન્માષ્ટમીની ઉજવણી નાના નાના ભૂલકાઓ સાથે કરવામાં આવી હતી. બાળકો કૃષ્ણ, રાધા, ત્રિદેવ, દશાવતાર અને સ્વાતંત્ર્ય સંગ્રામના સેનાનીઓ બની તેઓની સુંદર વેશભૂષા અને કોમળ શબ્દોએ ઉપસ્થિત તમામના મન હરી લીધા હતા. વોર્ડ નંબર ૧૨ના કોર્પોરેટર મગનભાઇ હંસરાજભાઇ સોરઠીયા દ્વારા દીપ પ્રજ્વલિત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે હન્ટર ટ્રેનીંગ કોલેજ મોરબીના નિવૃત નિહારીકાબેન ગોહેલ, ટ્રસ્ટના વડીલ વિજયાબેન ચુડાસમા તથા અનસુયાબેન સોલંકી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સંસ્થાના આચાર્ય પ્રીતિબેન ઉપાધ્યાય દ્વારા આમંત્રિત નવદુર્ગા ટ્રસ્ટના ઉપપ્રમુખ ડો.ઉમાબેન તન્નાએ સાથે મળીને વાલીઓને આ જન્માષ્ટમી પર્વ ઉપર પોતાના બાળકોને ભગવાન કૃષ્ણ બલરામ રાધા યશોદા/નંદ બાબા વગેરે  બનવા માટે પ્રોત્સાહીત કરવા અને વ્યકિતગત દેખરેખ હેઠળ તેમને આસપાસના ઘરોમાં પ્રસાદી આપવા માટે મોકલવાની અપીલ કરી હતી. સ્વાતંત્ર્ય પર્વ નજીક હોવાથી આ પળે ડિઝમી પ્લે હાઉસમાં રાષ્ટ્રધ્વજ પણ ફરકાવવામાં આવ્યોફ કાર્યક્રમ સફળ બનાવવા માટે ડિઝમી કિડ્સ કિંગડમના પ્રિન્સીપાલ, સ્ટાફ પરિવારે જહેમત ઉઠાવી હતી. નવદુર્ગા એજ્યુકેશનએ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નાના ભૂલકાઓને પ્રોત્સાહીત કરવા માટે ભેટ આપવામાં આવી હતી. જે રાજકોટના ઉપપ્રમુખ કો.ઉંમા તન્ના, માયા ચુડાસમા રીના માક, મીનાબેન રામાનુજ પણક, નિર્દેશ પાટડિયા અપ બાલધા, કીનીબેન અગ્રાવત હસ્તક આપવામાં આવી હતી.

(3:49 pm IST)