Gujarati News

Gujarati News

News of Wednesday, 17th August 2022

રમણીક કુંવરબા વૃધ્ધાશ્રમ દ્વારા ત્રિરંગા યાત્રાનું અભિવાદન

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત અખિલ હિંદ મહિલા પરિષદ સંચાલિત રમણીકકુંવરબા વૃધ્ધાશ્રમ ખાતે નિવાસ કરતા વયોવૃધ્ધ વડિલ ભાઇ-બહેનોએ જોમ અને જુસ્સા સાથે ત્રિરંગા યાત્રાઅભિવાદનનાં કાર્યક્રમમાં ભાગ લીધો. યાત્રામાં સૌથી મોખરે ૯૭ વર્ષનાં અડિખમ વડિલ હતા અને ''હર ઘર ત્રિરંગા''નાં નારા લગાવી વાતાવરણને દેશભકિતમય બનાવી દીધેલ. ભારત સરકાર સાંસ્કૃતિક મંત્રાલય પ્રધાનમંત્રી મ્યુઝીયમનાં સભ્ય પ્રો. કમલેશ જોશીપુરાની વિશિષ્ટ ઉપસ્થિતિમાં આયોજીત આ સમારોહમાં આરોગ્ય સંભાળ, સ્વચ્છતા, પાણી-વિજળી બચત તેમજ વ્યકિતગત જીવનમાં ઉત્સાહ સાથે સતત પ્રવૃત રહી તંદુરસ્ત રહેવાનો સંકલ્પ કરેલ. અખિલ હિંદ મહિલા પરિષદનાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ડો. ભાવનાબેન જોશીપુરાનાં માર્ગદર્શન અંતર્ગત નિધિ ઠાકરે કાર્યક્રમની વ્યવસ્થા સંભાળેલ. આ તકે વરિષ્ઠ ધારાશાસ્ત્રીશ્રી પ્રશાંતકુમાર જી. ઉપરાંત પરિષદનાં મંત્રીશ્રી પ્રવિણા જોશી, ડો. મૈલી ગણાત્રા, લાભુબેન કોષાધ્યક્ષ આશાબેન મદલાણી તથા મહિલા પરિષદનાં તમામ પ્રકલ્પ ઇન્ચાર્જો ઉપસ્થિત રહેલ.

(3:43 pm IST)