Gujarati News

Gujarati News

News of Wednesday, 17th August 2022

વડોદરામાં સેવ ઇન્ડિયન ફેમિલી દ્વારા રાષ્ટ્રીય સેમીનાર યોજાયો

(કિશોરભાઈ દેવાણી દ્વારા) કેશોદ તા. ૧૭: પુરૃષોના બંધારણીય હક્કોની રક્ષા અને પુરૃષો સામે સ્ત્રી તરફેના કાયદાનો થતો દુરૃપયોગ અટકાવવા દેશની એકમાત્ર સ્વ - સંચાલિત, સ્વયંસેવક દ્વારા ચાલતી એન.જી.ઓ. સેવ ઇન્ડિયન ફેમિલી દ્વારા વડોદરા ખાતે તા.૧૨ થી ૧૪ ઓગષ્ટ દરમ્યાન રાષ્ટ્રીય સેમીનારનું આયોજન કરવામાં આવ્યું. જેમાં દેશના ૨૦ થી વધુ એન.જી.ઓ.ના ૧૦૦ થી વધારે એમ.આર.એ.( મેન્સ રાઈટ એકિટવિસ્ટ) દેશભરમાંથી હાજર રહ્યા હતા.ઙ્ગ

દેશમાં સ્ત્રી, બાળકો, વૃક્ષો, પ્રાણી ની રક્ષા માટે કાયદા છે. પરંતુ પુરુષના રક્ષણ માટે કોઈ કાયદાની જોગવાઈ નથી. મહિલા આયોગ, બાળ વિકાસ આયોગ છે પરંતુ પુરૃષ આયોગ દેશમાં નથી.ઙ્ગ

ભારતીય બંધારણના આર્ટિકલ ૧૪ મુજબ પુરૃષ આયોગ પણ હોવો જોઈએ. જે બિલ સંસદમાં તૈયાર પણ છે. જેને સરકાર દ્વારા સત્વરે મંજુર કરવામાં આવે તેવી માંગ એસ.આઇ.એફ. દ્વારા કરવામાં આવી છે.ઙ્ગ

સેવ ઇન્ડિયન ફેમિલી સંસ્થા પુરૃષોને  સ્ત્રી દ્વારા કરવામાં આવતા ખોટા કેસ જેવા કે, દહેજ ધરા હેઠળના કેસ, આઇ.પી.સી. ૪૯૮ હેઠળ ખોટા દહેજના કેસ, ભરણપોષણના ખોટા કેસ, ખોટા મેરાઇટલ રેપના કેસ, મહિલા દ્વારા પુરુષની જાતીય સતામણીના કેસ વગેરે કેસમાં પુરુષને વિના મૂલ્યે માર્ગદર્શન આપવાનું કામ કરે છે. જેનો સંપર્ક હેલ્પલાઇન નંબર - ૦૮૮૮૨૪૯૮૪૯૮ પર કોલ કરી સંપર્ક કરી શકો છો.

એન.સી.આર.બી. ના આંકડા મુજબ દેશમાં દર નવ મિનિટે એક પુરૃષ આવા ખોટા ઘરેલુ હિંસાના કેસના કારણે આત્મહત્યા કરે છે. તેમજસ્ત્રી આત્મહત્યા કરતા પુરૃષોની આત્મહત્યાની સંખ્યા ૨.૪૪ ગણી વધારે છે.ઙ્ગ

સેવ ઇન્ડિયન ફેમિલી પી.આઇ.એલ. દ્વારા પુરૃષ વિરૃદ્ઘના કાયદા સામે લડત આપે છે. તેમજ 'શોખ નહિ મજબૂરી છે, પુરૃષ આયોગ જરૃરી છે.' તેવા મારા સાથે સેમિનાર નું સમાપન કરેલ. આ ૧૨ માં રાષ્ટ્રિય કાર્યક્રમનું આયોજન એસ.આઇ.એફ.ઙ્ગ ગુજરાતની ટીમ દ્વારા કરવામાં આવેલ જેમાં દિનેશભાઈ પટેલ, જયદીપભાઈ પટેલ, દક્ષેશભાઈ વાણિયા તેમજ દિપેનભાઇ અટારા દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવેલ. સમગ્ર સેમિનારનું સંચાલન મેન વેલ્ફર ટ્રસ્ટ, દિલ્હીના અમિતભાઈ લખાની અને દિપેનભાઇ અટારા દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિવિધ એન.જી. ઓ. જેવી કે, સોફટ અને હૃદયઙ્ગ (કોલકત્તા), દામન (કાનપુર), ભાઈ (ભોપાલ), મેન વેલફેર ટ્રસ્ટ (દિલ્હી), એસ.આઇ.એફ. કર્ણાટક, એસ.આઇ. એફ. ચંદીગઢ, વાસ્તવ ફાઉન્ડેશન મુંબઈ, લખનૌ, ત્રિપુરા વગેરે હાજર રહ્યા હતા. આ સેમિનાર દર વર્ષે ઓગષ્ટ મહિનામાં કરવામાં આવે છે. હવે પછીનો સેમિનાર ૨૦૨૩ માં બેંગલુરૃમાં કરવામાં આવશે. આ સેમિનારમાં તમામ એમ.આર.એ. (મેન્સ રાઈટ એકિતવિસ્ટ) ને મોમેંટો આપવામાં આવેલ અને પુરૃષોના બંધારણીય હક્ક મેળવવા સૌ ભેગા મળી લડાઈ કરશે તેવું નક્કી કરવામાં આવેલ અને તે માટે વિવિધ કાર્યક્રમ જાહેર કરવામાં આવશે.

(3:31 pm IST)