Gujarati News

Gujarati News

News of Wednesday, 17th August 2022

લોકમેળો તૈયાર સ્‍ટોલમાં માલ-સામાનની ગોઠવણી

 રાજકોટ : રાજકોટના રેસકોર્ષ મેદાનમાં સાંજે ૫ વાગ્‍યાથી જગવિખ્‍યાત આઝાદીનો અમૃત લોકમેળો શરૂ થઇ રહ્યો છે, મેળો સંપૂર્ણ ગોઠવાઇ ગયો છે. ઉંચા ફજેત-ફાળકા સહિતની રાઇડો તથા અવનવા સ્‍ટોલ અને ગોઠવાઇ ગયેલા - ગોઠવાઇ રહેલા માલ-સામાનથી મેળો આકર્ષક બન્‍યો છે, મેળાનો એરીયલ વ્‍યૂ અત્‍યંત નયન રમ્‍ય છે. બે વર્ષ બાદ રાજકોટની રંગીલી પ્રજા આનંદ વિભોર બની છે. (તસ્‍વીર : સંદિપ બગથરીયા)

 

(3:31 pm IST)