Gujarati News

Gujarati News

News of Wednesday, 17th August 2022

હોમગાર્ડ દ્વારા સ્‍વાતંત્ર્ય પર્વની ઉજવણી

રાજકોટ શહેર યુનિટ હોમગાર્ડ દક્ષિણ ઝોન કચેરીના ઝોન અધિકારી એમ. પી. જોષીના માર્ગદર્શન હેઠળ સ્‍વતંત્રતા દિનના ૭પ માં પર્વ નિમિતે શહેર યુનિટ હોમગયાર્ડઝ દક્ષિણ ઝોન વિભાગ દ્વારા વિવિધ કાર્યનું આયોજન કરેલ હતું. મહિલા હોમગાર્ડ અને પુરૂષ હોમગાર્ડ દ્વારા દક્ષિણ ઝોન ઓફીસના પટમાં સવારે વૃક્ષારોપણ કરી કાર્યક્રમની શરૂઆત કરેલ. ઉપરાંત ડિ. જે. તુષાર રાવના સથવારે દેશભકિતના ગીતે રંગાયા હતા. જેનું સંચાલન મિમીક્રી આર્ટિસ્‍ટ ઉમેશ રાવ દ્વારા કરવામાં આવ્‍યું હતું. આ તકે રાજકોટ શહેર યુનિટ હોમગાર્ડ દક્ષિણ ઝનો કચેરીના ઝોન અધિકારી (પ્‍લાટુન કમાન્‍ડર) મૌલેષ જોષીના હસ્‍તે ધ્‍વજવંદન કરવામાં આવેલ.  એ ડીવીઝન પો. સ્‍ટે.ના હોમગાર્ડ ઇન્‍ચાર્જ એન. કે. દવે, રાજકોટ તાલુકા પો. સ્‍ટે.ના હોમગાર્ડ ઇન્‍ચાર્જ કે. કે. હરણેશા, ટ્રાફીક શાખા પો. સ્‍ટે.ના હોમગાર્ડ ઇન્‍ચાર્જ બી. આર. રાખશીયા અને ઝોન ઇન્‍ચાર્જ રમેશભાઇ મૈયડ ઉપરાંત સિનીયર હોમગાર્ડ (પ્‍લાટુન સાર્જન્‍ટ) એ. એમ. જીતીયા ખાસ ઉપસ્‍થિત રહી હોમગાર્ડ સભ્‍યોનો જુસ્‍સો વધારેલ હતો. આ દેશભકિતના કાર્યક્રમને સુંદર બનાવવા હોમગાર્ડ સભ્‍ય નિર્ભય જોષી હરેશ વિસપરા, મહેન્‍દ્રસિંહ સોલંકી, ધર્મેશભાઇ પાડલીયા, હેમાંગ ભટ્ટ તેમજ જીજ્ઞેશભાઇ ડાંગરે જહેમત ઉઠાવેલ હતી.

(3:24 pm IST)