Gujarati News

Gujarati News

News of Wednesday, 17th August 2022

અમીવર્ષા હાઉસીંગ સોસાયટીમાં મકાનમાં મહિલા સંચાલીત જુગારધામ પર દરોડોઃ ૧૧ ઝડપાયા

તાલુકા પોલીસનો દરોડોઃ નવ મહિલા સહિત ૧૧ સામે કાર્યવાહી

રાજકોટ,તા. ૧૭ : કાલાવડ રોડ પર સ્‍વસ્‍તિક પાર્ટી પ્‍લોટની બાજુમાં આવેલા અમી વર્ષા કો.ઓપરેટીવ સોસાયટી એક મકાનમાં મહિલા સંચાલીત ચાલતા જુગારધામ પર તાલુકા પોલીસે બાતમી પરતથી દરોડો પાડી જુગાર રમતી નવ મહિલાઓ સહિત ૧૧ શખ્‍સોને પકડી લીધા હતા.
મળતી વિગત મુજબ કાલાવડ રોડ પર સ્‍વસ્‍તીક પાર્ટી પ્‍લોટની બાજુમાં આવેલી અમીવર્ષા કો.ઓપરેટીવ હાઉસીંગ સોસાયટીમાં એક મકાનમાં મહિલા સંચાલીત જુગારધામ ચાલતુ હોવાની તાલુકા પોલીસ મથકના એ.એસ.આઇ આર.બી.જાડેજા તથા કોન્‍સ. હરસુખભાઇને બાતમી મળતા અમીવર્ષા કો.ઓપરેટીવ હાઉસીંગ સોસાયટીમાં બ્‍લોક નં. ડી/૨૯માં દરોડો પાડી તીનપતીનો જુગાર રમતા મકાન માલીક સલમાબેન જીગલઅલીભાઇ હાલાણી તથા બ્‍લોક નં. ડી/૪૬ને હસીનાબેન સીરાજભાઇ સીંઘવાણી, બ્‍લોક નં. ડી/૩ના અમન કરીમભાઇ હેમનાણી, બ્‍લોક નં.ડી/૧૩ના રોહન સલીમભાઇ બીજાણી, નસીમબેન સલીમભાઇ બીજાણી, બ્‍લોક નં. ડી/૧૭ના સોનલબેન કરીમભાઇ હીરાણી, બ્‍લોક નં. ડી/૧ના નરગીશબેન અનવરભાઇ કાનાણી, બ્‍લોક નં. ડી/૪૩ના  સાયનાબેન સોહિલભાઇ કુમખીયા સ્‍વસ્‍તિક પાર્ટી પ્‍લોટની પાછળ રહેતા રંજનબેન હરસુખભાઇ રાઠોડ, અને કોમલબેન હરસુખભાઇ રાઠોડને પકડી લઇ રૂા. ૧૨,૬૫૦ની રોકડ સહિતની મતા કબ્‍જે કરી હતી. આ કામગીરી પી.આઇ. એમ.આર. ગોંડલીયાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ એન.કે. રાજપુરોહીત, એ.એસ.આઇ આર.બી.જાડેજા, હેડ કોન્‍સ. કિશનભાઇ, કોન્‍સ. હરસુખભાઇ, ધર્મરાજસિંહ તથા મહિલા કોન્‍સ. ગાયત્રીબા દ્વારા કરવામાં આવી હતી.

 

(3:20 pm IST)