Gujarati News

Gujarati News

News of Wednesday, 17th August 2022

મેકડોનાલ્ડસ રેસ્ટોરન્ટમાં ધ્વજવંદન

રાજકોટઃ સ્વાતંત્ર્ય પર્વ નિમિતે શહેરમાં આવેલ કાલાવડ રોડ સ્થિત ઝડ્ડુસ રેસ્ટોરન્ટની બાજુમાં મેકડોનાલ્ડસ રેસ્ટોરન્ટ હાર્ડકેસલ રે. પ્રા.લી.ખાતે રાષ્ટ્રધ્વજને લહેરાવી સલામી આપી ધ્વજવંદન પર્વ ઉજવણી કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે રેસ્ટોરન્ટના જનરલ મેનેજર આશીષ દિપક, અનિલભાઇ, અભિષેકભાઇ, કિંજલબેન જાડેજા, સીમાબેન, અવનીબેન પંચોલી તથા રેસ્ટોરન્ટના લાયઝન ઓફિસર બિપિનભાઇ પોપટ (મો. ૯૪૨૬૭૮૫૮૦૩) વિ. ઉપસ્થિત રહ્યા હતા.

(3:14 pm IST)