Gujarati News

Gujarati News

News of Wednesday, 17th August 2022

'ઘણા વર્ષો પહેલાં આપણે તકદીર સામે ટક્કર લીધી હતી અને આજે મધરાતનાં ટકોરે જયાં દૂનિયા ઉંઘતી હશે ત્યારે ભારત જીવંત થશે અને મૂકિતને વરશેઃ જવાહરલાલ નહેરૃ

'આઝાદી પૂર્વે સ્વાતંત્ર્ય સૈનિકોની લડતનો ઈતિહાસ' : દેશનાં ભાગલા થતાં બે લશ્કરો નક્કી થયા અને બ્રિગેડિયર કરિપ્પાએ જણાવ્યું કે 'આપણે ભાઈઓ જ છીએ અને સદા ભાઈઓ જ રહેશું' પણ આઝાદી બાદ ૭૫ વર્ષ દરમ્યાન બંને લશ્કરો સામસામે યુદ્ઘમાં લડ્યા* આઝાદી બાદ બંને દેશોનાં સૈનિકો એક બીજા સામે લડ્યા, કોઈ દુશ્મન તરફ રાઈફલ તાકવાની ન્હોતી પણ એકબીજા તરફ રાઈફલ તાકવાની હતી

૩ સદી જુનો હિંદનો બ્રિટીશ અનુભવકાળ તા. ૧૫મી ઓગષ્ટ, ૧૯૪૭ નાં રોજ ખત્મ થવાનો હતો. માઉન્ટબેટન મક્કમ હતા કે સીમાઓ અંગેનો નિર્ણય તા. ૧૫મી ઓગષ્ટ, ૧૯૪૭ સુધી ગુપ્ત રહેશે. સૈન્યનાં ભાગલા પાડવાના હતા. સૈનિકો એકમેકનાં છેલ્લા અભિવાદન કરી રહ્યા હતા. બ્રિટીશ શાસને સૈનિકોને જયાં રહેવું હોય ત્યાં રહેવાની છુટ આપી. જે વિસ્તારો પાકિસ્તાનમાં આવનાર હતા, ત્યાંની મુસ્લિમ રેજીમેન્ટોને રાવલપિંડીમાં બિરદારોને વિદાય આપી હતી. ભારતનાં ભાગે ૨/૩ અને પાકિસ્તાનનાં ભાગે ૧/૩ લશ્કરની વહેંચણી નક્કી થઈ. ઈ.સ. ૧૯૪૫ માં લશ્કરીદળોની સંખ્યા ૨૫ લાખ હતી. કર્નલ ઇદ્રીશે સંબાધતા કહ્યું હતું કે 'તમે જયાં હશો ત્યાં ખરા પણ આપણે હંમેશા ભાઈઓ જ રહીશું. કારણ કે આપણે લોહી સાથે જ વહાવ્યું છે.'

રાજપુત ટુકડીઓનાં બ્રિગેડિયર કરીપ્પાએ સંબોધન કરતાં જણાવ્યું હતું કે 'આપણે આવજો કહીએ છીએ. કારણ કે આપણે ફરીથી આ જ ભાઈબંધીનાં બંધન સાથે ફરી મળીશું. આપણે ભાઈઓ છીએ અને સદા માટે ભાઈઓ રહીશું અને જે મહાન વર્ષો આપણે સાથે ગાળ્યા છે તે કયારેય ભૂલીશું નહિ. જો કે, આઝાદીનાં ૭૫ વર્ષ દરમ્યાન ભારત અને પાકિસ્તાન વચ્ચે ૩-૩ વખત સામસામા જંગ ખેલી ચૂકયા અને આઝાદીપૂર્વે મિત્રતા હતી તે પૂર્ણ થઈ ગઈ.

અલ્લૂરિ સીતારામ રાજુ (૧૮૯૭-૧૯૨૪, શહીદ)

સીતારામ રાજુ રાજનીતિમાં જાગૃત હતા અને માતૃભૂમિની સેવા કરવા નિર્ણય લીધો. તત્કાલિન સમયે ગોંડવાનાં હજારો આદિવાસીઓએ ઈ.સ. ૧૮૫૭ થી ક્રાંતિમાં પોતાના જીવનનું બલિદાન કર્યું હતું. સીતારામ રાજુએ આદિવાસીઓને સંગઠિત કર્યા. રાજુનાં નેતૃત્વ અને પ્રેરણાથી આદિવાસીઓએ બ્રિટીશ સરકારની વિરૃદ્ઘ યુદ્ઘ શરૃ કરી દીધું. ઓગષ્ટ ૧૯૨૨ માં સંખ્યાબદ્ઘ પોલિસ સ્ટેશનો પર છાપા માર્યા અને તેમનાં હથિયારો તથા ગોલા-બારૃદનો કબ્જો લીધો. બ્રિટીશ સેનાએ રાજુને પકડવા ઘણા પ્રયાસો કર્યા. ઘણી લડાઈઓમાં રાજુ અને આદિવાસીઓ વિજેતા બન્યા. ઈ.સ. ૧૯૨૨ થી ૧૯૨૪ સુધી બ્રિટીશ સૈનિકોને હંફાવ્યા. પરિણામે, આસામ રાઈફલ્સ સહીત મોટી સંખ્યામાં બ્રિટીશ સરકારે પગલા લીધા અને ઘમાસાન લડાઈમાં સીતારામ રાજુ શહીદ થયા.

ઊ તિરોત સિંગ (૧૮૦૦-૧૮૩૩, શહીદ)

તિરોત સિંગે ઈ.સ. ૧૯૨૬ માં ઈસ્ટ ઇન્ડિયા કંપની સામે લડત શરૃ કરી કારણ કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ નોંગખલન સાથે થયેલી સંધીનું ઉલ્લંદ્યન કર્યું હતું. લડત ખૂબ લાંબી ચાલી. જયાં સુધી ઈસ્ટ ઇન્ડિયા કંપની સંધીની શરતોનો સ્વીકાર નાં કરે ત્યાં સુધી અડગ રહ્યા હતા. ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ તેમને વિદ્રોહી જાહેર કર્યા.

તિરોત સિંહ તે વાત પર મક્કમ હતા કે અંગ્રેજો ભૂમિ છોડી ન જાય ત્યાં સુધી લડત ચાલુ રાખવી. ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ તિરોત સિંગને દેશ નિકાલ કરી  ઢાકા જેલમાં મોકલી આપ્યા અને જેલમાં જ તેમનું મૃત્યુ થઈ ગયું.(૩૦.૯)

સંકલનઃ નવીન ઠક્કર

મો.૯૮૯૮૩૪૫૮૦૦

(3:09 pm IST)