Gujarati News

Gujarati News

News of Saturday, 17th August 2019

સામકાંઠાના વિસ્તારમાંથી ૬૯ ટન કચરાનો નિકાલ

મ્યુ.કોર્પોરેશન દ્વારા વન-ડે-થ્રી વોર્ડ અંતર્ગત વોર્ડ નં.૬માં સધન સફાઈ ઝુંબેશ

રાજકોટ,તા.૧૭: મ્યુ.કોર્પોરેશન  દ્વારા સ્વચ્છ સર્વેક્ષણ લીગ ૨૦૨૦ અન્વયે તથા વર્ષાઋતુ ને ધ્યાને લઈ વન-ડે-થ્રી વોર્ડની સફાઈ ઝુંબેશ કરવાનો નિર્ણય લેવામાં આવેલ. જે અંતર્ગત આજે વોર્ડ નં.-૬ માં સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં ાવી હતી. જેમાં ૬૯ ટન કચરાનો નિકાલ કરવામાં  આવ્યો હતો. આ  અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર યાદીમાં જણાવ્યા મુજબ સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા તથા  અન્ય શાખાઓ દ્વારા સફાઇ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જે અન્વેય આજે  ભાવનગર રોડ, સંત કબીર રોડ, સીતારામ સોસાયટી, પાંજરાપોળ, શકિત સોસાયટી વગેરે વિસ્તારમાં સફાઈ કરાવેલ ન્યુસન્સ પોઈન્ટની સંખ્યા-૬,  વપરાયેલ મેલેથીઓન તથા ચુનાની થેલી- ૨૫, જે.સી.બી, ડમ્પર, ટ્રેકટર  દ્વારા કરાવેલ ફેરા-૧૬, ૩- ખુલ્લા પ્લોટની સફાઇ કરી કુલ ૬૯ ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો.

આ કામગીરીમાં  મહાનગરપાલિકાના શાસક પક્ષના નેતા દલસુખભાઈ જાગાણી, કોર્પોરેટર દેવુબેન જાદવ, સજુબેન કળોતરા, વોર્ડ પ્રમુખ ઘનશ્યામભાઇ કુંગશીયા, ગેલાભાઇ રબારી, મનસુખભાઇ જાદવ,  પીન્ટુભાઇ રાઠોડ,  દીગુભા ગોહીલ,  સુરેશભાઇ ધોળકીયા, ગોકુલભાઇ પડીયા વગેરે તથા વોર્ડ એન્જીનીયરશ્રી, ના. પર્યાવરણ ઈજનેર, ના. આરોગ્ય અધીકારી, મદદનીશ પર્યાવરણ ઇજનેર, વોર્ડ ઓફીસર, જગ્યા રોકાણ શાખા, વોકળા ગેંગ સ્ટાફ, વોર્ડ સ્ટાફ તથા મેલેરીયા વિભાગનો સ્ટાફ દ્વારા આ સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવેલ હતી.

(3:49 pm IST)