Gujarati News

Gujarati News

News of Saturday, 17th August 2019

સેન્ટ ગાર્ગી સ્કુલમાં રાષ્ટ્રીય પર્વ

સ્વાતંત્ર્યદિનની સેન્ટ ગાર્ગી સ્કૂલ તથા અમીનુર ગૃપના સંયુકત ઉપક્રમે શાનદાર ઉજવણી કરવામાં આવેલ. શાળાના આચાર્યાશ્રી રમાબેન હેરભા, મેનેજીંગ ટ્રસ્ટી ભરતભાઇ હેરભા તથા એઝાઝબાપુ બુખારીના નેતૃત્વ હેઠળ નહેરૂનગર, રૈયા રોડ ખાતે આવેલ પબ્લિક ગાર્ડનમાં ધ્વજવંદન કરવામાં આવેલ. અતિથિ વિશેષ તરીકે રાજકોટ શહેરના જાબાઝ પોલીસ ઓફીસ મનોહરસિંહ જાડેજા વોર્ડ નં. ર ભાજપ પ્રમુખ રાજેન્દ્રસિંહ ગોહિલ ઉપસ્થિત રહેલ. કાર્યક્રમને સફળ બનાવવા સેન્ટ ગાર્ગી સ્ટાફ તથા અમીનુર ગૃપના સદસ્યોએ જહેમત ઉઠાવી હતી.

(3:42 pm IST)