Gujarati News

Gujarati News

News of Saturday, 17th August 2019

વિરાણી બહેરા મૂંગા શાળા દેશભકિત સભર કાર્યક્રમો સાથે સ્વાતંત્ર્ય દિન ઉજવણી

રાજકોટઃ છ. શા. વિરાણી બહેરા મુંગા શાળાના પટાંગણમાં ૧પમી ઓગષ્ટે ધ્વજવંદનનો કાર્યક્રમ હર્ષ તથા ઉલ્લાસ સાથે ઉજવવામાં આવ્યો હતો. જાણીતા ઉદ્યોગપતિ સિધ્ધિ વિનાયક મોટર્સના માલિક સિધ્ધાર્થ મયુરસિંહ ઝાલાના વરદ હસ્તે સવારે ધ્વજવંદન કરવામાં આવ્યું. આ પ્રસંગે તાજેતરમાં અબુધાબી ખાતે યોજાયેલ સ્પે. ઓલિમ્પિક વર્લ્ડ ગેમ્સમાં ગોલ્ડ મેડલ મેળવનાર મનોદિવ્યાંગ બાળક ચિ. મંત્ર જીતેન્દ્રભાઇ હરખાણીનું સંસ્થા દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું. તેમજ સંસ્થામાં નિઃસ્વાર્થ સેવા આપતા કોરીયોગ્રાફર હંસિલભાઇ ટાંકનું સન્માન કરવામાં આવ્યું તેમજ દિવ્યાંગ (મૂક બધિર) બાળકોને વ્યવસ્થાનિક તાલીમ સારી રીતે મળી શકે તે માટે રીનોવેટેડ વોકેશનલ ટ્રેનીંગ સેન્ટરનું ઉદ્દઘાટન જીબુટી નિવાસી રમણીકલાલ મગનલાલ મહેતાના પુત્રવધુ શ્રીમતિ બીનાબેન મોજભાઇ મહેતાના હસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગે સી.એ. હર્ષદભાઇ મહેતા, શ્રીમતિ અંજનાબેન પ્રતિકભાઇ કામદાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સંસ્થાના પ્રમુખ રજનીભાઇ જી. બાવીસી, સહ માનદમંત્રી પ્રફુલભાઇ ગોહીલ, ટ્રસ્ટી હંસિકાબેન મણીયાર, સી. એ. પ્રવિણભાઇ ધોળકીયા, પ્રશાંતભાઇ વોરા વિગેરેએ ઉપસ્થિત રહી. બાળકોને પ્રોત્સાહીત કર્યા હતા. આ પ્રસંગે સર્વે બાળકોને નાસ્તો શ્રીમતિ વર્ષાબેન મહેશભાઇ સવાણી તરફથી આપવામાં આવ્યો હતો. આભારદર્શન શાળાના આચાર્યશ્રી કશ્યપભાઇ પંચોલીએ કર્યું હતું.

(3:42 pm IST)