Gujarati News

Gujarati News

News of Saturday, 17th August 2019

શ્રાવણમાં ધરાર 'ઉપવાસ' કર્યા આજે 'મોજ' પડી ગઈ!

લાંબા સમય બાદ તડકો નિકળ્યો અને રોડ, રસ્તા, પ્લોટ સુકા થતા કબુતરોમાં હરખની હેલી : ભૂખ્યા ડાંસ શાંતિના પ્રતિકોએ રેંકડીઓની થેલીઓ ઉપર ગોઠવાઈ મિજબાની માણી

મોબાઈલ પર બેફામ મેસેજ ફરતા થયા કે વરસાદ બંધ થાય એટલે સૌથી પહેલુ કામ કબુતરો અને મૂંગા પક્ષીઓને ચણ નાખવાનુ કામ કરજો. આજે લાંબા સમય બાદ સૂરજદાદા સોળે કળાએ ખીલતા જીવદયા પ્રેમીઓ પણ પક્ષીઓને ખોરાક નાખવા ઉમટી પડયા હતા. વાતાવરણ ખુશનુમા થતા જ કબુતરોમાં હરખની હેલી સર્જાઈ હતી અને ચારો ચરવા ઉમટી પડયા હતા. તસ્વીરમાં સાર્વજનિક જગ્યાઓ કે ખુલ્લા પ્લોટમાં કબુતરોનો સમુહ મોજથી ચણ ચણી રહ્યા છે. પાળે આવેલી રેકડીઓમાં અનાજની ગુણીઓ ઉપર પણ કબુતરો ગોઠવાઈ ગયા હતા અને શાંતિના પ્રતિકોએ નિરાંતે પેટ ભરીને મિજબાની માણી હતી જે તસ્વીરમાં નજરે પડે છે.

 

કિલક - કહાની

તસ્વીર - અહેવાલ

અશોક બગથરીયા

(3:41 pm IST)