Gujarati News

Gujarati News

News of Saturday, 17th August 2019

અંબીકા પાર્કમાં જીજ્ઞેશ ભોગાવતાના મકાનમાં જુગાર રમતા છ શખ્સો પકડાયા

મકાનમાલીક જીજ્ઞેશ તથા ભાવેશ, નિલેષ,પ્રવિણ, પ્રશાંત અને કાનજીની ધરપકડ

રાજકોટ તા.૧૭: શહેરના કુવાડવા રોડ અંબીકા પાર્કમાં વિપ્ર શખ્સ સંચાલીત જુગારધામ પર બીડીવીઝન પોલીસે બાતમીના આધારે દરોડો પાડી જુગાર રમતા છ શખ્સોને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ કુવાડવા રોડ પર અંબીકા પાર્ક માં એક મકાનમાં કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની બીડીવીઝન પોલીસ મથકના હેડ કોન્સ વિરમભાઇ, મહેશભાઇ અને કિરણભાઇને મળેલી બાતમીના આધારે પીઆઇ વી.જે.ફર્નાનડીસના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એમ એફ ડામોર, હેડકોન્સ વિરમભાઇ મોહસીન ખાન, એભલભાઇ, મહેશભાઇ, કિરણભાઇ, હંસરાજભાઇ, કેતનભાઇ તથા હરપાલસિંહ સહિતે અંબીકા પાર્ક શેરી નં.૨માં દરોડો પાડી જુગાર રમતા મકાન માલીક જીજ્ઞેશ પરસોતમભાઇ ભોગાયતા (ઉ.વ.૩૫) ભાવેશ મનસુખભાઇ ભોગાયતા (ઉ.વ.૨૪) (રહે.મોરબી રોડ શીવમપાર્ક-૨),નીલેષ લાલજીભાઇ ભોગાયતા (ઉ.વ.૪૧), (રહે. મોરબી રોડ સતનામ સોસાયટી શેરી નં.૧), પ્રવીણ લાલજીભાઇ ગઢીયા (ઉ.વ.૪૮) (રહે.કીંજલપાર્ક સોસાયટી શેરી નં.૧, ૮૦ ફુટ રોડ કુવાડવા રોડ)પ્રશાંત ભાણજીભાઇ રાજપરા (ઉ.વ.૨૬) (રહે.હરસીધ્ધી સોસાયટી મેઇન રોડ મોરબી રોડ) અને કાનજી દેવરામભાઇ ભોગાયતા (ઉ.વ.૪૨) (રહે.કુવાડવા રોડ શ્રીનાથજી પાર્ક શેરી નં.૧)ને પકડી લઇ રૂ.૪૦,૪૦૦ની રોકડ સહિતની મતાકબ્જે કરી કાર્યવાહી કરી હતી.

(3:39 pm IST)