Gujarati News

Gujarati News

News of Saturday, 17th August 2019

કોર્પોરેશન બેંક દ્વારા પરામર્શ પ્રક્રિયા અંગે બેઠક

રાજકોટઃ કોર્પોરેશન બેંકની કામગીરીને રાષ્ટ્રીય અગ્રતા સાપેક્ષે સમીક્ષા કરવા અને તે અંગે વિચારો ઉત્પન્ન કરવા માટે રચાયેલ નીચેથી ઉપર સુધીની પરામર્શ પ્રક્રિયા અંગેની એક પ્રાદેશિક બેઠક બેંકના મુંબઈ સર્કલ ખાતે યોજવામાં આવી હતી, જેમાં  સર્કલમાં આવેલ બધા ઝોનના ઝોનલ વડાઓ દ્વારા તેમની તમામ શાખાઓ સાથે કરેલ બેઠકો, ૨૦૧૪-૧૫ થી શાખાઓની કામગીરીની સમીક્ષા તથા બૈંકિંગ ક્ષેત્રના મુદ્દાઓ અને આગળના માર્ગ વિષેની ચર્ચા જેવી સમગ્ર પ્રક્રિયાને આવરી લેવામાં આવી હતી.

પ્રાદેશિક બેઠક ઉપરની ચર્ચાઓ પર કેન્દ્રિત હતી. તેમાં અર્થતંત્રના વિવિધ ક્ષેત્રોમાં (જેમાં ઇનફ્રાસ્ટ્રકચર, ઉદ્યોગ, કૃષિ, એમએસએમઇ (MSME), શિક્ષણ અને નિકાસ વગેરે નો સમાવેશ થાય છે.) ઋણ સુવિધા વધારવાના માર્ગો અને માધ્યમો, નવીનતા લાવવા માટે તકનીકી / ડેટા એનાલિટિકસનો ઉપયોગ (ખાસ કરીને આ ક્ષેત્રમાં ઓછા રોકડ / ડિજિટલ અર્થતંત્ર તરફ આગળ વધવા), તેમજ બેંકને વરિષ્ઠ નાગરિકો, ખેડુતો, નાના ઉદ્યોગસાહસિકો, યુવાનો, વિદ્યાર્થીઓ અને મહિલાઓની જરૂરિયાતોને કેવી રીતે વધુ નાગરિક કેન્દ્રિત / પ્રતિભાવાત્મક બનાવવી તે બાબતની ચર્ચા થઈ હતી.

(3:37 pm IST)