Gujarati News

Gujarati News

News of Saturday, 17th August 2019

મારામારીના ગુનામાં પ્રકાશ ઉર્ફે પિન્ટુ અને દારૂમાં હાર્દિક પરમારને પાસા

રાજકોટ તા ૧૭  : ગાંધીગ્રામ વિસ્તારમાં મારામારીના ગુનામાં સામેલ વિપ્ર શખ્સને અને માલવીયાનગરમાં દારૂના ગુનામાં સામેલ એક શખ્સને પાસામાં ધકેલી દીધા છે. મળતી વિગત મુજબ ગાંધીગ્રામ વિસ્તારમાં અગાઉ થયેલી મારામારીના  ગુન્હામાં ગાંધીગ્રામ પોલીસે  પ્રકાશ ઉર્ફે પીન્ટુ રમેશભાઇ લખલાણી (ઉ.વ.૩૦) (રહે.અક્ષરનગર શેરી નં.૧, ગાંધીગ્રામ) ની ધરપકડ કરી હતી. આ શખ્સને પાસામાં ધકેલવા માટે પોલીસ કમિશનરે વોરંટ ઇસ્યુ કરતા ગાંધીગ્રામ પોલીસ મથકના પી.આઇ. વી.વી. ઓડેદરા તથા પી.એસ.આઇ. જે.એમ. ભટ્ટ, એ.એસ.આઇ. જયસુખભાઇ હુંબલ, હેડ કોન્સ. ભાનુભાઇ મિયાત્રા, રશ્મિનભાઇ પટેલ, હેડ કોન્સ. રાહુલભાઇ વ્યાસ, વનરાજભાઇ, દિવ્યરાજસિંહ, કિશોરભાઇ, ગોપાલભાઇ, દિનેશભાઇ, હિતેન્દ્રસિંહ, અને દિગ્વીજયસિંહ સહિતે પ્રકાશ ઉર્ફે પીન્ટુ લખલાણીને પાસા હેઠળ અટકાયત  કરી અમદાવાદ જેલમાં ધકેલી દીધો હતો.

જયારે બીજા બનાવમાં માલવીયા નગર વિસ્તારમાં અગાઉ દારૂના અનેક ગુન્હામાં સામેલ હાર્દિક વિઠ્ઠલભાઇ પરમાર (ઉ.વ.૨૬) (રહે.આંબેડકરનગર શેરી નં.પ, એસ.ટી. વર્કશોપ પાછળ, ગોંડલ રોડ) પકડાયો હતો. આ શખ્સને પાસામાં ધકેલવા માટે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે વોરંટ ઇસ્યુ કરતા માલવીયા નગર પોલીસ મથકના પી.આઇ. એન.એન. ચુડાસમા તથા પી.એસ.આઇ. જે.એસ ચંપાવત, એએસઆઇ પરેશભાઇ જારીયા, મશરીભાઇ, ભાવેશભાઇ તથા અરૂણભાઇ સહિતે હાર્દીક પરમારની પાસા હેઠળ અટકાયત કરી અમદાવાદ જેલમાં ધકેલી દીધો છે.

(3:31 pm IST)