Gujarati News

Gujarati News

News of Saturday, 17th August 2019

બન્ને ભાઇ-બહેન ચાર્ટડ એકાઉન્ટની ફાઇનલ પરીક્ષાના બન્ને ગ્રુપમાં એક સાથે ઉતિર્ણ થયા

ઓડીટ શાખાના અશોક રાયજાદાના બન્ને બાળકોએ હીર ઝળકાવ્યુ : સી.એ.ની કપરી કસોટીમાં દરેક સ્તરે પ્રથમ પ્રયત્નમાં પાસ કરી યશસ્વી સફળતા

રાજકોટઃ રાજકોટ મહાનગરપાલીકામાં ઓડીટ શાખામાં ફરજ બજાવતા અશોક રાયજાદાના બન્ને બાળકોએ એક સાથે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની ફાઇનલ પરિક્ષામાં યશસ્વી સફળતા મેળવી છે. બન્ને ભાઇ-બહેને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનાં બન્ને ગ્રુપની પરિક્ષા પ્રથમ પ્રયત્ને એકસાથે પાસ કરી હીર ઝળકાવ્યું છે. ઓડીટ શાખામાં છેલ્લા ૩૦ વર્ષથી ફરજ બજાવતા અશોક રાયજાદાના પુત્રી શિવાની રાયજાદા અને પુત્ર કિશન રાયજાદાએ હાલમાં લેવાયેલ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની ફાઇનલ પરિક્ષાના બન્ને ગ્રુપ એક સાથે પાસ કરી યશસ્વી સફળતા મેળવી છે. ઓડીટ શાખાના ચીફ ઓડીટર કમલેશ ઠાકોર તથા તમામ સ્ટાફના સહ કર્મચારીઓએ બન્ને બાળકોની આ સફળતા બદલ અભિનંદન પાઠવ્યા હતા. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જેવી કપરી કસોટીમાં દરેક સ્તરે પ્રથમ પ્રયત્નમાં અને ફાઇનલ પરિક્ષાના બન્ને ગ્રુપ એક સાથે ઉતીર્ણ થતા સમગ્ર પરીવારને ગૌરવ અપાવ્યુ છે. સખત પરિશ્રમ અને માતા-પિતાના આશીર્વાદ થકી સફળતા પ્રાપ્ત કરનાર બન્ને બાળકોને શ્રેષ્ઠ ભવિષ્ય માટે ચીફ ઓડીટરએ શુભેચ્છાઓ પાઠવી હતી અને બન્ને બાળકોની મહેનત અને સફળતા ઓડીટર પરિવારના અન્ય કર્મચારીઓના બાળકો માટે પણ પ્રેરણા રૂપે બની રહેશે તેમ જણાવ્યું હતું. ભવિષ્યમાં પોતાના ક્ષેત્રમાં જવલન્ત સફળતા મેળવવાની સાથે સામાજિક મૂલ્યોનું પણ જતન કરી સમાજ માટે ઉદાહરણ બની રહેવા ચીફ ઓડીટરે જણાવ્યું હતું.

(11:35 am IST)