Gujarati News

Gujarati News

News of Friday, 17th August 2018

પાણીકાપને બદલે સમયમાં ફેરફાર કરી પાણી વિતરણ કરવુ જોઇએઃ કોંગ્રેસ

મીટર લગાડવાના બહાને સપ્તાહમાં બે વખત સાત વોર્ડનાં લાખો વિસ્તારવાસીઓ તરસ્યા રહ્યા : તંત્રના ઇજનેરોની અણઆવડત છતીઃ ઉપવિપક્ષી નેતા મનસુખભાઇના આક્ષેપો

રાજકોટ,તા.૧૭: શહેરનાં પાણીનાં ઓવરહેડ ટાંકાઓ અને વોટર ફિલ્ટર પ્લાન્ટ પર જળાશયો અને નર્મદા યોજનાથી આવતા અને ત્યાંથી અન્ય ઝોનમાં જતા પાણીનું ચોકકસપુર્વક માપ અને તે પણ ઓનલાઇન રાખવા કોર્પોરેશનએ ફલોમીટર મુકવા હાથ ધરેલી કાર્યવાહીના નામ પર સપ્તાહમાં બીજી વખત ન્યુ રાજકોટનાં ૭ વોર્ડમાં પાણીકાપ લાગાવવામાં આવતા મ્યુનિ.કોર્પોરેશનનાં વિપક્ષનાં ઉપનેતા મનસુખભાઇએ કાલરીયાએ આક્ષ્ેાપ  કર્યો હતો કે તંત્રનાં ઇજનેરોની અણઆવડત છતી થઇ છે.

આ અંગે વિપક્ષી ઉપનેતા મનસુખભાઇ કાલરીયાએ જણાવ્યુ હતુ કે, મ્યુનિ. કોર્પોરેશન દ્વારા સપ્તાહમાં બે વખત વોર્ડ નં.૧,૨,૮,૯,૧૦,૧૧,૧૩ સહિતનાં અડધા વિસ્તારોમાં પાણી કાપ લગાવવામાં આવ્યો છે. જે લોકોને પાણી સ્ટોરેજની સગવડતા ન હોય તેવા લોકો  આવા પાણી કાપથી ખુબજ હાલાકી ભોગવવી પડે છે.કોર્પોરેશનનાં ઇજનેરોએ મીટર લગાવવાનું કામ ઝડપી કરવુ જોઇએ.  પાણીકાપને બદલે સમયમાં ફેરફાર સાથે રાત્રીના પણ પાણી વિતરણ કરવુ જોઇએ તેમ અંતમાં તેઓએ જણાવ્યુ હતુ.(૨૮.૨)

(3:49 pm IST)