Gujarati News

Gujarati News

News of Friday, 17th August 2018

રાજકોટના યુવાનના અવાજમાં ફિલ્માવાયેલ ક્રાંતિકાવ્યને યુ-ટ્યુબ પર ઝળહળતો પ્રતિસાદ

રાજકોટ, તા. ૧૭ : ૭૨મા સ્વાતંત્ર્ય દિવસ નિમિતે દેશપ્રેમ અને દેશજુવાળનો અનોખો સંગમ ધરાવતુ યુ ટ્યૂબ ચેનલ મીહીર ચાવડા ના પરફોર્મર, હોસ્ટ, એંકર, વોઈસઓવર આર્ટીસ્ટ, રાજકોટના શ્રી મિહિર ચાવડા ના અવાજ પર ફિલ્માવાયેલ ક્રાંતિકાવ્ય પહેલા દિવસે ગણતરીની કલાકોમાં જ હજારો લોકો નિહાળી ચુકયા છે. સવા બે મિનિટનો આ હ્રદયસ્પર્શી વિડિયો જોનાર દરેક ભારતીય ઉત્સાહ અને જુસ્સાથી પ્રેરાય તે માટે આજ સુધીની ક્રાંતિવિરોની અને તેમના પર બનેલી ફિલ્મોના અંશો અને ક્રાંતિકારીઓએ માતૃભૂમિને સ્વાતંત્ર્ય અપાવવા કરેલ સંદ્યર્ષોનું હુબહુ વર્ણન છે.

મિહિર ચાવડાએ જણાવ્યું કે દ્યણા વખતથી કવિતા સરફરોશી કી તમન્ના... ક્રાંતિકાવ્ય વિશે યુ ટ્યૂબ માં સર્ચ કરતો હતો, પણ આ કવિતાના શબ્દોને અનુરૂપ પ્રચંડ દેશદાજની અનુભુતિ કરાવતો વિડિયો નજરે ચડ્યો નહિ, એટલે એવું નક્કી કર્યું કે મારે જ અવાજ આપી ક્રાંતિવિરોને પુષ્પાંજલિ અર્પણ કરવી અને એ રીતે આખી સફર સફળ રહી હોવાનું મીહિર ચાવડા (મો. ૯૯૭૮૭ ૧૧૯૧૧) એ જણાવેલ છે.

(3:47 pm IST)