Gujarati News

Gujarati News

News of Friday, 17th August 2018

ભાવિ ક્રિકેટર્સ દ્વારા અટલજીને ભાવાંજલી

રાજકોટ : અટલજીની વિદાય સાથે દેશે એક પ્રભાવિ માનવ ગુમાવ્યો છે ત્યારે રાજકોટના રેસકોર્ષ મેદાન ખાતે તાલીમ લઇ રહેલ ભાવિ ક્રિકેટરોએ પણ થોડીવાર માટે મૌન પાડી ભાવાંજલી અર્પણ કરી હતી. રેસકોર્ષ ક્રિકેટ એકેડેમીના સંચાલક કૌશિક અઢીયા, કોચ રાહુલ  માંકડ તેમજ મહાનગરપાલીકા સ્ટેન્ડીંગ કમીટીના પૂર્વ ચેરમેન પુષ્કરભાઇ પટેલ, વરીષ્ઠ નાગરીક મનસુખભાઇ મજીઠીયા વગેરેએ પણ ઉપસ્થિત રહી પૂર્વ વડાપ્રધાન એવા અટલ બિહારી બાજપાયજીને શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી. (૧૬.૫)

(3:46 pm IST)