Gujarati News

Gujarati News

News of Friday, 17th August 2018

૨૦ શાળાના ૧૫૧ તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન

 પુરૂષાર્થ યુવક મંડળ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ઉપલા કાંઠાની નગરપ્રાથમિક શિક્ષણ સમિતિની ૨૦ શાળાના ૧૫૧ તેજસ્વી વિદ્યાર્થીઓને શિલ્ડ અને ગીફટ આપી સન્માનીત કરાયા હતા. કાર્યક્રમના અધ્યક્ષસ્થાને શિક્ષણ સમિતિના ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર, શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઇ રાઠોડ, વાઇસ ચેરમેન અલ્કાબેન કામદાર, વિવેકાનંદ યુથ કલબના અનુપમભાઇ દોશી, શાસનાધિકારી દેવદાતભાઇ પંડયા, કોર્પોરેટર પ્રિતીબેન પનારા, દક્ષાબેન ભેસાણીયા, પરેશભાઇ પીપળીયા, દોલતભાઇ રાઠોડ, રમેશભાઇ ચૌહાણ, લંડનથી પ્રકાશભાઇ પારેખ, ભાવનાબેન સંપતરાય મરાઠા, કૌશિકભાઇ રૂપાપરા, ભરતભાઇ સોરાણી, દિલીપભાઇ ચૌહાણ, અજીતભાઇ લોખીલ, સાઇન આર્ટ ગ્રુપ, ભારત વિકાસ પરીષદના ભરતભાઇ લીંબાસીયા, કેશુભાઇ એંધાણી, વિજયભાઇ ચુડાસમા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. દરેક તેજસ્વી વિદ્યાર્થીઓને સ્વ. મનુભાઇ રાઠોડ તથા સ્વ. ચનાભાઇ ચૌહાણની સ્મૃતિમાં શિલ્ડ એનાયત કરાયા હતા. સંસ્થા દ્વારા ચાલતા વ્યસન મુકિત અભિયાન અંતર્ગત  સમિતિના સદસ્ય મુકેશભાઇ મહેતા તથા વિવેકાનંદ યુથ કલબના હસુભાઇ રાચ્છને વ્યસન મુકવા બદલ સન્માનીત કરાયા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન નરેન્દ્રભાઇ ભાડલીયાએ કરેલ. સ્વાગત હરેશભાઇ પરમારે તેમજ આભારવિધિ મહેશભાઇ ટોપીયાએ કરેલ.

(3:45 pm IST)