Gujarati News

Gujarati News

News of Friday, 17th August 2018

પ્રવીણ કાકા સાથે વાજપેયીને નિકટનો નાતો : અપુર્વ મણીયાર

રાજકોટ : ભારત  વર્ષમાં કરોડો લોકોની લાગણી-લોકચાહના જીતેલા તેમજ જનનાયકની શ્રેણીમાં સ્થાન પામેલા પ્રખર વકતા, કવિ, પત્રકાર, રાજનેતા, દેશના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી, પદ્મવિભૂષ્ણ તથા ભારતરત્નથી સમમાનિત અટલ બિહારી વાજપેયીજીના મૃત્યુ પર સોૈરાષ્ટ્ર શિક્ષણ અને સેવા સમાજ ટ્રસ્ટના ચેરમેન અપૂર્વભાઇ મણીયારે દુઃખ પ્રગટ કરતા જણાવ્યું હતું કે, પિતા પ્રવીણ કાકા સાથ ેઅટલ બિહારી વાજપેયીજી નિકટના સબંધો ધરાવતા. એ સબંધો માત્ર રાજકીય જ નહોતા પારિવારિક પણ હતા.

વાયપેયીજી જયારે પણ રાજકોટ આવતા ત્યારે મણીઆર પરિવાર સાથે જ ભોજન લેતા અને ઘરે પણ આવતા. ૧૯૯૦ ની આસપાસ અટલજી રાજકોટ ખાતે એક કાર્યક્રમમાં આવ્યા હતા ત્યારે અરવિંદભાઇ મણીઆરા ઘરે તેઓ બપોરનું ભોજન લેવાના હતા. સોૈ પરિવાર સાથે બેસી જમી શકીઅ અમાટે ેવડીલો માટે ડાઇનિંગ ટેબલ અને બાળકો માટેનીચે ભારતીય બેઠક અનુસાર જમવાની વ્યવસ્થા ગોઠવી હતી. અટલજી બધાની સાથેનીચે જમીન પર જમવા બેસી ગયા અને સોૈ સાથે જમ્યા આમાં તેમની વિનમ્રતા, મહાનતા અને આજીવન કાર્યકરોને તૈયારકરવાની વિરલ પદ્ધતિના દર્શન થાય છે.

નાનપણથી લઇ આજ સુધી સંઘની શિબીર, ભાજપના કાર્યક્રમો કે અન્ય પ્રસંયોએ અટલજીએ નિકટથી મળવાનું જાણવાનું થયું છે. તેમના મૃત્યુથી થયેેલી ખાલી જગ્યા અને ગેરહાજરી અવશ્ય ભારતીય રાજકારણથી લઇ સમાજકારણને બહુ મોટી ખોટ પડશે તેમ  ઉંડો શોક વ્યકત કરતા અપૂર્વભાઇ મણીઆરે જણાવ્યું છે. મો.નં. ૯૪૨૬૪ ૪૯૭૯૬ અટલજી જેવું વ્યકિતત્વ ન ભૂતો ન ભવિષ્યતિ હોય છે. તેઓ સદેહ નથી રહ્યા પરતુ  શબ્દ દેહે રહેલા ંતેમના વિચાર, આદર્શ અનેે સિદ્ધાંત પર ચાલીને દેશને પ્રગતિ અને ઉન્નતીનાં માર્ગે લઇ જઇ શકાય છે. તેમ જણાવી સંંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી ડો. બળવંતભાઇ જાની, ટ્રસ્ટી અનિલભાઇ કિંગર, રમેશભાઇ ઠાકર, હસુભાઇ ખાખી, અક્ષયભાઇ જાદવ, કિર્તિદાબેન જાદવ, પલ્લવીબેન દોશી, કેતનભાઇ ઠક્કર, રણછોડભાઇ ચાવડા સહિત વ્યવસ્થાપક કમિટીના  સદસ્યો પણ અટલ બિહારી વાજપેયીજીને શ્રદ્ધાંજલિ પાઠવતા શોક વ્યકત કર્યો હતો. (૩.૧૨)

(3:45 pm IST)