Gujarati News

Gujarati News

News of Friday, 17th August 2018

રાજકોટ માહિતી ખાતાના નિયામક જે.ડી. ત્રિવેદીનું સન્માન

 રાજકોટ  : સ્વાતંત્ર્ય પર્વની  જિલ્લા કક્ષાની ઉજવણી નિમિતે શિક્ષણમંત્રીશ્રી ભુપેનદ્રસિંહ ચુડાસમાએ પ્રાદેશિક માહિતી કચેરી રાજકોટના સહાયક માહિતી નિયામકશ્રી જે.ડી.ત્રિવેદીનું   શ્રેષ્ઠ કર્મયોગી તરીકે સન્માનપત્ર આપી બહુમાન કર્યુ હતું.

રાજય સરકારનાં માહિતી ખાતામાં શબ્દની સાધના થકી સેવાનાં કર્મયોગી એવા શ્રી જે.ડી. ત્રિવેદી હાલમાં રાજકોટ પ્રાદેશિક માહિતી કચેરીનાં સમાચાર શાખાનાં  સહાયક માહિતી નિયામક અને  પોરબંદર ખાતે  જિલ્લા માહિતી અધિકારી તરીકે વધારાનો હવાલો સંભાળી રહયા છે. તેઓ  અમરેલી જિલ્લાનાં સ્વાતંત્રયસેનાની શ્રી દુર્લભજીભાઇ ત્રિવેદીનાં સુપુત્ર છે.

જે.ડી. ત્રિવેદીએ રાજય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ તથા પ્રજાહિતનાં અભિયાનોની માહિતી જન-જન  સુધી પહોંચાડવાની શ્રેષ્ઠ કામગીરી કરી છે તેમજ તેઓએ ચુંટણીમાં મીડીયા નોડલ ઓફિસર, રાજયકક્ષાની ઉજવણીમાં શ્રેષ્ઠ લાયઝન અધિકારી તથા મીડીયા સંકલનની ઉતમ કામગીરી બદલ તેઓને મોરબી અને પોરબંદર જિલ્લા વહિવટી તંત્ર ધ્વારા પણ તેમની ઉતમ કામગીરીને સન્માનીત કરવામાં આવેલ છે. આજ રોજ જિલ્લા વહીવટી તંત્ર રાજકોટ દ્વારા પણ તેમની કાગીરી સન્માનીત કરી બીરદાવવામાં આવી છે.

 માહિતી  ખાતામાં તા.૫-૧-૧૯૮૭થી  માહિતી મદદનીશ તરીકે દાહોદથી કારકિર્દીની શરૂઆત કરનારશ્રી જે.ડી.ત્રિવેદી અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના રૂગનાથપુર ગામના વતની છે. તેમના પિતાશ્રી સ્વાતંત્ર્ય સેનાની હતા  તેઓ વર્ષોથી રાજકોટ સ્થાયી થયા છે. કચેરીના તાબા હેઠળના કર્મચારીઓને પણ શ્રેષ્ઠ ઉત્ત્।મ કામગીરી માટે સતત પ્રોત્સાહિત કરતા શ્રી.જે.ડી. ત્રિવેદી એ જયાં જયાં સેવા બજાવી ત્યાં મહિતી કચેરીની કામગીરીને આવકારવામાં આવી  છે. આમ શ્રી જે.ડી. ત્રિવેદી (મો.૯૯૨૫૩ ૫૭૬૫૧) ખરા અર્થમાં કામગીરી કરી  કર્મયોગી બની માહિતી ખાતાને  વધારે ગૌરવપ્રદ  કરેલ છે.

(3:39 pm IST)