Gujarati News

Gujarati News

News of Friday, 17th August 2018

ક્રાઇમ બ્રાંચે જંગલેશ્વરના જયને ૬૦ બોટલ સાથે અને ૧૧ બોટલ સાથે રવિને પકડ્યો

સમીરભાઇ શેખ, હરદેવસિંહ અને વિજયસિંહ ઝાલાની બાતમીઃ તાલુકા પોલીસે ૧૦ બોટલ સાથે દિપકસિંહ જાડેજાને પકડ્યો

રાજકોટ તા. ૧૭: પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, જેસીપી સિધ્ધાર્થ ખત્રી, ડીસીપી રવિકુમાર સૈની અને ડીસીપી મનોહરસિંહ જાડેજાએ દારૂના બુટલેગરો સામે કડક કાર્યવાહી કરવા આપેલી સુચના અંતર્ગત દરોડા પડ્યા હતાં. જેમાં ક્રાઇમ બ્રાંચે બે દરોડામાં જંગલેશ્વરના શખ્સને દારૂની ૬૦ બોટલ સાથે અને રેલનગર અન્ડર બ્રિજ પાસેથી એક શખ્સને ૧૧ બોટલ સાથે પકડી લીધો છે. જ્યારે તાલુકા પોલીસે ૧૦ બોટલ  સાથે એક શખ્સને પકડ્યો હતો.

જંગલેશ્વર ભવાની ચોક સહકાર પાન પાસે રહેતાં જય ઉર્ફ કાળુ કિરણભાઇ ચાવડા (ઉ.૨૨)ના ઘરમાં દારૂનો જથ્થો આવ્યાની બાતમી હેડકોન્સ. સમીરભાઇ શેખ તથા કોન્સ. હરદેવસિંહ રાણાને મળતાં પીએસઆઇ એ. એસ. સોનારા, એમ. એસ. મહેશ્વરી, અનિલભાઇ સોનારા, નિલેષભાઇ ડામોર, ઘનશ્યામસિંહ ચોૈહાણ, રામભાઇ વાંક, અજીતસિંહ પરમાર સહિતે દરોડો પાડતાં રૂ. ૨૨૮૦૦નો ૬૦ બોટલ દારૂ મળતાં કબ્જે કરી જયની ધરપકડ કરી હતી.

બીજા દરોડામાં પીએસઆઇ ડી. પી. ઉનડકટ, એએસઆઇ વિજયસિંહ ઝાલા, સામતભાઇ ગઢવી અને ટીમ પેટ્રોલીંગમાં હતાં ત્યારે વિજયસિંહ ઝાલાની બાતમી પરથી જામનગર રોડ રેલનગર અન્ડર બ્રિજ પાસેથી રવિ શીવાભાઇ બાહુકીયા (ઉ.૨૩-રહે. પોપટપરા-૩)ને રૂ. ૩૩૦૦ના ૧૧ બોટલ દારૂ સાથે પકડી લેવાયો હતો. આ દારૂ તે દુધ સાગર રોડ પર રહેતાં લક્કી ઉર્ફ લાલો પાસેથી લાવ્યાનું કબુલતાં તેની શોધખોળ થઇ રહી છે.

તાલુકા પોલીસનો દરોડો

પી.આઇ. વી.એસ. વણઝારાની રાહબરીમાં પીએસઆઇ જી.એસ. ગઢવી, હેડકોન્સ. હર્ષદસિંહ, નગીભાઇ, અશોકભાઇ, દિપકસિંહ સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે પુનિતનગર ૮૦ ફુટ રોડ પર અમીધન એપાર્ટમેન્ટ પાસેથી દિપકસિંહ રવુભા જાડેજા (ઉ.૩૩-રહે. પુનિતનગર-૯)ને રૂ. ૪૦૦૦ના ૧૦ બોટલ દારૂ સાથે પકડી લીધો હતો.

(3:36 pm IST)