Gujarati News

Gujarati News

News of Friday, 17th August 2018

કેપેસીટીઝ પ્રોજેકટ

રેસકોર્ષમાં બોર રિચાર્જીંગ અને આવાસ યોજનામાં સોલારનું લોકાર્પણ

સ્વિસ એજન્સી અને ઇકલીના સહયોગથી શહેરમાં પ્રદૂષણ ઘટાડવા સાકાર થયેલ વિવિધ પ્રોજેકટોની મુલાકાત લેતા પદાધિકારીઓ અને સ્વિસ એજન્સીની ટીમના સભ્યો

સ્વીસ એજન્સીની ટીમે રાજકોટ કોર્પોરેશનની મુલાકાત લીધી તે વખતની તસ્વીરોમાં રેસકોર્ષમાં બોર રિચાર્જીંગનું અને ત્યારબાદ આવાસ યોજનામાં સોલાર લાઇટીંગનું ઉદ્ઘાટન કરી રહેલા મેયર બીનાબેન આચાર્ય તથા સ્વીસ એજન્સીના સભ્યો દર્શાય છે. છેલ્લી તસ્વીરમાં મેયર બીનાબેન, ડે.મેયર અશ્વિન મોલિયા, સ્ટે. ચેરમેન ઉદય કાનગડ, શાસક નેતા દલસુખભાઇ જાગાણી અને દંડક અજય પરમાર સહિતના પદાધિકારીઓની શુભેચ્છા મુલાકાત સ્વીસ એજન્સીની ટીમે લીધી હતી તે દર્શાય છે.

 

રાજકોટ તા. ૧૭ : સમગ્ર વિશ્વ ગ્લોબલ વોર્મિંગની સમસ્યાથી પીડીત છે ત્યારે રાજકોટ શહેરમાં પ્રદૂષણ ઘટાડવા મ્યુ. કોર્પોરેશન દ્વારા વિવિધ પ્રોજેકટો સાકાર કરવામાં આવ્યા છે. જે અંતર્ગત રેસકોર્ષમાં વરસાદી પાણી મારફત બોર રીચાર્જીંગ અને આવાસ યોજનામાં સોલાર લાઇટીંગ સહિતના પ્રોજેકટોનું તાજેતરમાં લોકાર્પણ થયું હતું.

આ અંગે મ્યુ. કોર્પોરેશન દ્વારા જાહેર થયેલ વિગતો મુજબ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 'કેપેસીટી બિલ્ડીંગ ફોર લો કાર્બન એન્ડ કલાઈમેટ રેજીલીયન્ટ ડેવલપમેન્ટ ઈન ઇન્ડિયા (કેપેસિટીઝ)' પ્રોજેકટનું અમલીકરણ કરવામાં આવી રહેલ છે. આ પ્રોજેકટ માટે તમામ સહિયોગ સ્વિસ એજન્સી ફોર ડેવલપમેન્ટ એન્ડ કો-ઓપેરશન દ્વારા મળી રહેલ છે, તથા અમલીકરણ ઇકલી લોકલ ગવર્નમેન્ટ ફોર સસ્ટેઇનેબિલિટી - સાઉથએશિયા, સાઉથપોલગ્રુપ, ઈ- કોન્સેપટ વિગેરે વિવિધ પાર્ટનર દ્વારા થઇ રહેલ છે. આ પ્રોજેકટનો હેતુ ઇન્ડિયામાં ૪ શહેરો (રાજકોટ, ઉદયપુર, સિલીગુરી તથા કોઇમ્બતુર) માં લો કાર્બન ડેવલપમેન્ટ માટે કેપેસીટીમાં વધારો કરવા તથા કલાઈમેટ રેજીલીયન્ટ ગ્રોથ પાથ ડેવેલોપ કરવાનો છે. આ પ્રોજેકટ અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા સાથે મળીને કલાઈમેટ રેજીલીયન્ટ સીટી એકશન પ્લાન બનાવેલ છે, જેનું વિવિધ સ્ટેક હોલ્ડર સાથે ચર્ચા કરવામાં આવેલ તથા શ્રી મેરિલોર ક્રેટાઝ, સ્વિસ એજન્સી ફોર ડેવલપમેન્ટ એન્ડ કો-ઓપેરશનના હેડ દ્વારા તારીખ ૧૩ ઓગસ્ટનારોજ કોર્પોરેશનને સબમિટ કરવામાં આવેલ.

આ પ્રોજેકટ અંતર્ગત વિવિધ કિવકવિન પ્રોજેકટનું પણ અમલીકરણ કરવામાં આવેલછે. આ અંતર્ગત તારીખ ૧૩ ઓગસ્ટ ૨૦૧૮  ના રોજ રેસકોર્સમાં આર્ટ ગેલેરી પાસે ગ્રાઉન્ડ વોટર રિચાર્જ સ્ટ્રચરનું ઉદ્ઘઘાટન મેયર બીનાબેન આચાર્ય, કમિશ્નર બંછાનીધી પાની તથા મેરિલોર ક્રેતાઝ, હેડ ઓફ સ્વિસ એજન્સી ફોર ડેવલપમેન્ટ એન્ડ કો-ઓપેરશન દ્વારા કરવામાં આવ્યુ હતું. ચોમાસાની સીઝન દરમિયાન રાજકોટમાં વિવિધ સ્થળોએ લોકાર્પણ ફલડીંગ પ્રોબ્લેમ તથા ઉનાળા દરમિયાન લોકાર્પણ પાણીના પ્રોબ્લેમ તથા ગ્રાઉન્ડ વોટર ટેબલ નીચે જવાના પ્રોબ્લેમને નિવારવાના પ્રયાસરૂપે રેસકોર્સ, એસ્ટ્રોનચોક, ૧૫૦ ફુટ રિંગ રોડ મિલેનિયમ પાસે, આર. કે.  નગર,  તથા રાવલનગર પાસે ગ્રાઉન્ડ વોટર રિચાર્જ સ્ટ્રચરના અમલીકરણનું આયોજન આ પ્રોજેકટ અંતર્ગત કરવામાં આવેલછે. આ ઉપરાંત વોટર ઓગ્મેન્ટેશન ની ટેકિનકલ સ્ટડી આ પ્રોજેકટ અંતર્ગત કરવામાં આવેલ જેમાં વિવિધ સ્થળો જયાં વારંવાર ફલડીંગ થતો હોય તેવા ૧૫ સ્થળોનો અભ્યાસ કરવામાં આવેલ છે, આ પ્રોજેકટના સફળ અમલીકરણ બાદ કોર્પોરેશન દ્વારા આ પ્રોજેકટનું રેપ્લિકેશન કરવામાં આવશે.

આ ઉપરાંત આ પ્રોજેકટ અંતર્ગત ૩૦  કિલો વોટ પાવર સોલાર PV સિસ્ટમનું અમલીકરણ અફોર્ડેબલ હાઉસિંગ સ્કીમમાં કોમન યુટીલીટી માટે 'શાન્તીરામ ખુદીરામ બોઝ ટાઉનશિપ, પ્લોટ નંબર 11A' ના તમામ કોમન મીટરમાં કરવામાં આવી રહેલ છે, જેનું લોકાર્પણ કમિશનર બંછાનીધી પાની અને  મેરિલોર ક્રેતાઝ, હેડ ઓફ સ્વિસ એજન્સી ફોર ડેવલપમેન્ટ એન્ડ કો-ઓપેરશન દ્વારા કરવામાં આવ્યુ હતું તથા સોસાયટીના સભ્યોની સાથે આ સોલાર સિસ્ટમ કેવી રીતે કામ કરશે તેની ચર્ચા માનનીય કમિશ્નર બંછાનીધી પાની દ્વારા કરવામાં આવી હતી. સોસાયટીના સભ્યોએ આ પ્રોજેકટ બદલ સ્વિસ એજન્સી ફોર ડેવલપમેન્ટ એન્ડ કો-ઓપેરશન તથા રાજકોટ મહાનગરપાલિકાનો આભાર વ્યકત કર્યો હતો.

સ્વિસ એજન્સી ફોર ડેવલપમેન્ટ એન્ડ કો-ઓપેરશનની ટીમે માનનીય મ્યુનિસિપલ કમિશ્નરશ્રી સાથે આજી વોટર ફિલ્ટર પ્લાન્ટ ખાતે ૧૪૫ કિલો વોટ પાવર સોલાર PV સિસ્ટમ પ્રોજેકટની પણ મુલાકાત લીધી હતી, જેમાં ૭૦ કિલો વોટ પાવર સોલાર PV સિસ્ટમનું આ પ્રોજેકટ અંતર્ગત કો-ફંડિંગ કરવામાં આવેલ છે. આ પ્રોજેકટનું લોકાર્પણ ૧૫ જુલાઈ ૨૦૧૮ના રોજ મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણીના હસ્તે કરવામાં આવ્યું હતું, ટીમે આ સાઈટની મુલાકાત લઇ ત્યાં ટ્રી પ્લાન્ટેશન કરેલ હતું.

સ્વિસ એજન્સી ફોર ડેવલપમેન્ટ એન્ડ કો-ઓપેરશન તથા કેપેસીટીઝ પ્રોજેકટ ટીમ મેયર બિનાબેન આચાર્ય, ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદયભાઈ કાનગડ, શાસકપક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, અને દંડક અજયભાઈ પરમાર, વિગેરેએ શુભેચ્છા મુલાકાત લીધેલ અને પ્રોજેકટની પ્રોગ્રેસ અને ભવિષયમાં કરવામાં આવનાર કામગીરીની જાણકારી આપેલ, અને તે અંગે ચર્ચા વિચારણા કરવામાં આવેલ.(૨૧.૨૦)

(3:35 pm IST)