Gujarati News

Gujarati News

News of Friday, 17th August 2018

રાજકોટની રોયલ ટી ચા સ્વીકારી અટલજીએ અનેરી ખુશી વ્યકત કરેલ

રાજકોટ : ૧૯૯૭ ની સાલમાં અટલ બિહારી બાજપાઇજીએ હોટલ કાવેરી ખાતે પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. એ સમયે બુકેની સાથે દિનેશભાઇ કારીયાએ 'રોયલ ટી' ચાનું પેકેટ આપીને તેમનું અભિવાદન કર્યુ હતુ. જો કે આ સમયે અટલજીએ તેમને એવી માર્મીક ટકોર પણ કરેલ કે આ ફોટાઓનો કયાંય જાહેર ખબરમાં ઉપયોગ નહીં કરતા. પરંતુ આજે અટલજીએ વિદાય લઇ લેતા દિનેશભાઇ માટે એ ફોટોગ્રાફ જીંદગીનું સંભારણુ બની રહ્યા છે.

(3:32 pm IST)