Gujarati News

Gujarati News

News of Friday, 17th August 2018

એકલવ્ય ડે સ્કૂલ દ્વારા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી

વિદ્યાર્થીઓ દ્વારા પીરામીડ, દેશભકિત ગીત, નાટકોની રજૂઆત

રાજકોટ : ગૌરીદડ, મોરબી રોડ પર આવેલ એકલવ્ય ડે સ્કૂલ દ્વારા ૭૨મા સ્વતંત્ર દિવસની ઉજવણી કરેલ હતી. જેમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ પીરામીડ, દેશભકિત ગીત, દેશભકિતના નાટકો, વગેરે ગ્રામજનો સામે રજૂ કર્યા હતા. ઉપરાંત ગૌરીદડ ગામમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ભવ્ય રેલી કાઢી દેશ ભકિતના નારા બોલાવ્યા હતા. આ તકે સ્કૂલના આચાર્ય પ્રશાંતભાઈ પંડ્યાએ અને શિક્ષકોએ આપણો દેશ આઝાદ થયો ત્યારની સ્થિતી અને વીર શહિદો વિશે વિદ્યાર્થીઓને સમજૂતી આપેલ હતી. કાર્યક્રમના અંતે પ્રસાદીનો સૌએ લાભ લીધો હતો. કાર્યક્રમને સફળ બનાવવા સેજલબેન, પીનલબા, અંજલીબા, રીનાબેન, પૂજાબેન, દિવ્યાબેન, દિપ્તીબેન, હર્ષાબા અને  ધર્મિષ્ઠાબાએ જહેમત ઉઠાવી હતી.

(1:08 pm IST)