Gujarati News

Gujarati News

News of Friday, 17th August 2018

અમેરિકાનું ગ્રીનકાર્ડ મેળવવાનો શ્રેષ્‍ઠ માર્ગ ઇબી-પ વીઝા કાર્યક્રમઃ ર થી પ વર્ષમાં રોકાણનું રિટર્ન મળે

ભારતીયોને અમેરિકામાં પ્રવેશવા સહિતના કોઇપણ પ્રશ્નોનો ત્‍વરીત નિવેડો લાવી દયે છેઃ હવે ભારત પણ વિશ્વસ્‍તરે ચમકી રહયું છેઃ ઉજળુ ભાવિ : અમેરિકાનાં લોસ એન્‍જલસમાં ‘‘લો ઓફિસ'' ધરાવતા એટોર્ની એટ લો નાદાદુર એસ.કુમાર ‘‘અકિલા''ની મુલાકાતે

લોસ એન્‍જલસ-સ્‍થિત એટોર્ની એટ લો નાદાદુર એસ.કુમાર ‘‘અકિલા''ની મુલાકાતે આવ્‍યા હતા તે સમયની તસ્‍વીર. બીજી તસ્‍વીરમાં નિવૃત પોલીસ અધિકારી હકુમત સિંહ તથા રાજકોટની બેસ્‍ટ ટુર્સ એન્‍ડ ફોરેકસનાં પ્રણેતા દિપકભાઇ કારીયા પણ નજરે પડે છે. તે પછી શ્રીમતી નાદાદુર એસ.કુમાર પણ દ્રષ્‍ટિગોચર થાય છે.

રાજકોટ તા.૧૭: અમેરિકાના લોસ એન્‍જલસ સહિતના શહેરોમાં ‘‘ધ લો ઓફિસ'' થકી અપ્રવાસી ભારતીયોનો કોઇપણ પ્રશ્નનો સરળ, ઝડપી અને વ્‍યાજબી ઉકેલ લાવી આપવાનું કાર્ય કરી રહેલા કુમાર નાદાદુર તાજેતરમાં રાજકોટની ‘‘બેસ્‍ટ ટુર્સ એન્‍ડ ફોરેકસ લી'' દ્વારા ‘‘યુએસએ ઇમીગ્રેશન'' અંગે યોજાયેલા સેમીનારમાં વકતવ્‍ય આપવા માટે રાજકોટ આવ્‍યાહતા જે દરમ્‍યાન તેમણે ‘‘અકિલા'' કાર્યાલયની ખાસ મુલાકાત લીધી હતી જે દરમ્‍યાન તેમણે છેલ્લા ૪૦ વર્ષથી માત્ર અપ્રવાસી ભારતીયો જ નહિ પણ વિશ્વના અનેક દેશોના લોકોના અમેરિકા સાથેના વીજા સહિતના પ્રશ્નોનો કઇ રીતે સફળતાપુર્વક ઉકેલ લાવ્‍યો તેની વિસ્‍તૃત ચર્ચા કરી હતી.

‘‘અકિલા'' કાર્યાલયની મુલાકાત વેળાએ તેમણે જણાવ્‍યું હતું કે, અમેરિકામાં ટ્રમ્‍પ સરકાર તરફથી વીઝાના નિયમોમાં કરવામાં આવેલી આકરી જોગવાઇઓ વચ્‍ચે ભારતીયોમાં અમેરિકામાં ઠરીઠામ થવા અને વ્‍યવસાય કરવા માટે ઇબી-પ (EBS) વીઝાનું આકર્ષણ વધી રહયું છે જે હેઠળ ગ્રીન કાર્ડ મેળવવા માટે પ લાખથી ૧૦ લાખ ડોલરનું રોકાણ કરવાનું હોય છે સાથોસાથ ઓછામાં ઓછી ૧૦ નોકરીઓ પણ પેદા કરવાની હોય છે. આ અત્‍યંત સરળ પ્રક્રિયા છે જો કોઇ વ્‍યકિત આ થકી ગ્રીનકાર્ડ મેળવે તો તેને ર થી પ વર્ષની અંદર રિટર્ન પણ મળી જતું હોય છે.

તેમણે જણાવ્‍યું હતું કે, ઇબી-પ વીઝા માટે સોૈથી વધુ અરજી કરનારાઓ ભારતીયોમાં ગુજરાતથી ઉપરાંત મુંબઇ, દિલ્‍હી, બેંગ્‍લોરનો સમાવશે થાય છે. અમેરિકામાં ઇબી-પ વીઝા હેઠણ રોકાણ કરનાર વિદેશી નાગરિકો અને તેમના પરિવારને (ર૧ વર્ષ સુધીના બાળકો) ગ્રીન કાર્ડ અને સ્‍થાયી નિવાસ ઉપલબ્‍ધ થતું હોય છે. હાલના સમયમાં ઇબી-પ એપ્‍લાય કરનારાની સંખ્‍યા વધી રહી છે તેનું કારણ એ છે કે અમેરિકી સરકાર એચ-૧બી પર નવી નીતિ લાવી રહી છે. અને બીજુ કે સપ્‍ટેમ્‍બરમાં નિવેશની રકમનું રીવ્‍યું થશે અને ૧૨.૫૦ લાખ ડોલર કરવામાં આવશે જે હાલ પ લાખ ડોલર છે.

અમેરિકાના વિખ્‍યાત-પ્રતિષ્‍ઠિત લો ઓફિસના વડા કુમાર નાદાદુરે વધુમાં જણાવ્‍યું હતું કે એલ-૧ વીઝા કેટેગરી પણ ભારતીયો માટે આકર્ષકરૂપ છે. કોઇપણ ભારતીયને પડતી કોઇપણ મુશ્‍કેલીઓનો અંત અમે કાનુની રીતે લાવી દેતા હોઇએ છીએ.

એક સવાલના જવાબમાં તેમણે જણાવ્‍યું હતું કે, હાલમાં ટ્રમ્‍પ શાસને ગેરકાનુની રીતે લોકો વિરૂધ્‍ધ ઝુંબેશ ઉપાડી છે અને અમેરિકામાં ગેરકાયદે રહેતા લોકો વીણી-વીણીને ડીપોર્ટ કરવામાં આવી રહયાં છે. તાજેતરમાં જ કેટલાક ભારતીયો સહિત ૧૦૦ લોકોની અટકાયત કરવામાં આવી છે.

તેમણે વધુમાં જણાવ્‍યું હતું કે , અમારી લો ઓફિસ અરજદાર અને અમેરિકા તંત્ર વચ્‍ચે સેતુ બનવાનું કામ કરી રહી છે.

કોઇપણ ભારતીયને અમેરિકાનું ગ્રીનકાર્ડ મેળવવા કે પછી ઇબી-પ કે એલ-૧ વીઝા માટે કોઇપણ પ્રકારની મદદની જરૂર હોય તો ‘‘બેસ્‍ટ ટુર્સ એન્‍ડ ફોરેકસ પ્રા.લી રાજકોટ''  પ્રથમ માળ શિવમ કોમ્‍પલેક્ષ, સવેશ્વર ચોક, યાજ્ઞિક રોડ રાજકોટનો સંપર્ક કરી શકે છે.

કાયદા-કાનુન અર્થતંત્રના અભ્‍યાસુ એવા નાદાદુર એસ.કુમારે જણાવ્‍યું હતું કે ભારત પીએમ મોદીના નેતૃત્‍વમાં વિકાસ કરી રહયું છે. ભારતનું ભાવિ ઉજળું છે. ભારતમા ટેલેન્‍ટની જરા પણ અછત નથી. વિશ્વના તમામ દેશોમાં મહત્‍વના સ્‍થાનો પર ભારતીયો બિરાજમાન છે જે ગોૈરવની વાત છે.

આ મુલાકાત વેળાએ બેસ્‍ટ ટુર્સ એન્‍ડ ફોરેકસ પ્રા-લીના સર્વેસર્વા દિપકભાઇ કારીયા પણ ઉપસ્‍થિત રહયાં હતા.

(11:53 am IST)