Gujarati News

Gujarati News

News of Friday, 17th August 2018

પારસીઓનું નવું વર્ષ નવરોઝ

રાજકોટઃ પારસીઓના નવા વર્ષ નવરોઝની આજે ઉજવણી થઈ રહી છે. નવરોઝ નિમિત્તે દેશમાં વસતા તમામ પારસીઓ એકબીજાને નવા વર્ષની શુભેચ્‍છા પાઠવવાની સાથે અગિયારીમાં જઈને પ્રાર્થના કરી રહ્યા છે. પારસીઓ ઈરાનથી જે અગ્નિ લાવ્‍યા હતા. તેની વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ઉદવાડા ગામમાં સ્‍થાપના કરવામાં આવી હતી. જેને આતશ બહરામ કહેવામાં આવે છે.

રાજપાલ ઓ.પી.કોહલીએ પારસી નૂતન વર્ષ નવરોઝના પાવન અવસરે પારસી સમુદાયને શુભેચ્‍છા પાઠવી છે. રાજયપાલે તેમના સંદેશામાં જણાવ્‍યું હતું કે, ‘નવરોઝનું પાવન પર્વ ઉત્‍સાહ, ઉલ્લાસપૂર્વક ઉજવવામાં આવે છે. આ પર્વ સામાજીક સદ્દભાવ- સમરસતાનું પ્રતિક છે.' સૌરાષ્‍ટ્રમાં રાજકોટમાં એક સમયે સારી એવી સંખ્‍યામાં પારસી હતા. હવે ડો.દારા દસ્‍તુર સહિત ૩- ૪ પારસી પરિવારો જ રહયા છે

(11:52 am IST)