Gujarati News

Gujarati News

News of Friday, 17th August 2018

શહેરમાં રોગચાળો બેકાબુઃ મેલેરીયા-ડેંગ્યુનાં ૭ કેસ

છેલ્લા સપ્તાહમાં ઝાડા-ઉલ્ટી- ૧૦૩, શરદી-ઉધરસના ૧૬૮સહિત અન્ય તાવનાં ૩૦૦થી વધુ દર્દીઓ નોંધાયા

રાજકોટ તા.૧૬: શહેરમાં છેલ્લા એક મહીનાથી માખી-મચ્છરનો ઉપદ્રવ વધ્યો છે. જેનાં કારણે મચ્છર જન્ય મેલેરિયા-ડેંગ્યુનો રોગચાળો વકરી રહ્યો છે. આથી છેલ્લા અઠવાડીયામાં ડેંગ્યુનાં મેલેરીયાના કુલ ૭ કેસ મળી આવ્યા છ.ે

આ અંગેની વિગતો મુજબ છેલ્લા અઠવાડીયામાં ડેંગ્યુનાં ૩ કેસ રોહિદાસ પરા, મોમીન સોસાયટી, પ્રજાપતિ વિસ્તારમાં નોંધાયા હતાં અને મેલેરીયાનાં ૪ કેસ પણ છેલ્લા અઠવાડીયામાં નોંધાયા છે.

આ ઉપરાંત છેલ્લા અઠવાડીયામાં ઝાડા-ઉલ્ટીનાં ૧૦૩, શરદી-ઉધરસ તાવના ૧૬૮, ટાઇફોડ-૨, મરડા-૮ સહિત કુલ ૩૦૦ વધુ દર્દીઓ મ્યુનિ. કોર્પોરેશનનાં આરોગ્ય વિભાગનાં ચોપડે નોંધાયા છે.

(4:46 pm IST)