Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

અમારા ઘરમાં જુવાન દિકરી છે, તું કેમ અહિ આવ્યો? તેમ કહી ઘનશ્યામને સાહિલ સોઢાએ સ્ટમ્પથી ફટકાર્યો

તોપખાનામાં બનાવઃ વાલ્મિકી યુવાનની ફરિયાદ પરથી ગુનો નોંધાયો

રાજકોટ તા. ૧૭: જામનગર રોડ પર તોપખાના હરિજનવાસ-૧માં રહેતાં ઘનશ્યામ ભગવાનભાઇ ગોરી (ઉ.૩૨) નામના વાલ્મિકી યુવાનને ત્યાં જ રહેતાં વાલ્મિકી યુવાન સાહિલ કિરીટભાઇ સોઢાએ સાંજે ઝઘડો કરી ગાળો દઇ ક્રિકેટની સ્ટમ્પ વડે હુમલો કરી માર મારતાં ઇજા થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ થયો હતો.

હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં પ્ર.નગરના એએસઆઇ હરેશભાઇ રત્નોતર અને રામજીભાઇ પટેલે ઘનશ્યામની ફરિયાદ પરથી સાહિલ સામે ગુનો નોંધ્યો હતો. ઘનશ્યામના કહેવા મુજબ પોતાના મોટાબાપુના દિકરા પિન્ટુને ઘોડાનું કામ હોઇ સાહિલને બોલાવી લાવવાનું કહેતાં પોતે તેને બોલાવવા જતાં સાહિલે 'અમારા ઘરમાં જુવાન દિકીરી હોય તું કેમ ઘરે આવ્યો?' તેમ કહી ઝઘડો કરી ગાળો દઇ સ્ટમ્પથી માર મારવામાં આવ્યો હતો.

ભોમેશ્વરવાડીનો અનિલ છરી સાથે પકડયો

ભોમેશ્વરવાડીમાં રેલ્વે ફાટક પાસે રહેતો અનિલ નટુભાઇ હીરપરા (ઉ.૩૨) ફાટક પાસે છરી સાથે નીકળતાં ગાંધીગ્રામના હેડકોન્સ. રાહુલભાઇ વ્યાસ અને કોન્સ. વનરાજભાઇ લાવડીયાએ પકડી લીધો હતો.

(3:56 pm IST)