Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

વોર્ડ નં.૮,૧૧,૧૩માં ભાજપ દ્વારા ગુરૂ પૂજન

શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ શહેર ભાજપ દ્વારા ગુરૂપુર્ણિમાના પાવન અવસર નિમિતે શહેરના તમામ વોર્ડમાં આવેલા વિવિધ મંદિરો તેમજ આશ્રમોમાં ગુરૂપુજનના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ. આ તકે વોર્ડ નં.૮માં સ્વામીનારાયણ મંદિર કાલાવડ રોડ, ગાયત્રી મંદિર, અમરનાથ મંદિર, મહાવીર ઉપાશ્રય, આનંદી આશ્રમ, પંડ્યા અદા સીલ્વર સ્ટોન ખાતે વોર્ડના પ્રભારી નિતીન ભુત, શહેર ભાજપ મંત્રી રઘુભાઇ ધોળકીયા, મહેશ રાઠોડ, વોર્ડ પ્રમુખ વી. એમ.પટેલ, વોર્ડ મહામંત્રી કાથડભાઇ ડાંગર, રમેશ ચાવડીયા, સમીર ખીરા, અનીલ ગોગીયા, ધર્મેન્દ્ર રાઠોડ, કિરીટ મીર, દિલસુખ રાઠોડ, જયેન્દ્રસિંહ સરવૈયા, વોર્ડ નં.૧૧માં ઓમશાંતિ સેન્ટર શાસ્ત્રીનગર-૨, સ્વામિનારાયણ મંદિર ઉદયનગર ખાતે, 'ગુરૂમા', સરદાર નગર ખાતે વોર્ડપ્રભારી રાજુભાઇ બોરીચા, અશ્વીન પાંભર, વોર્ડ પમુખ પ્રવિણ પાઘડાર, મહામંત્રી સંજય પીપળીયા, વોર્ડ નં.૧૩માં અન્નપૂર્ણેશ્વર મહાદેવ મંદિર ગુરૂપ્રસાદ ચોક, ગાયત્રીમંદિર ગીતાનગર, ગંગાસાગર રામજીમંદિર માયાણીનગર ખાતે વોર્ડ મહામંત્રી યોદેશ ભુવા, પ્રવીણ રાઠોડ, કોર્પોરેટર નિતીન રામાણી, પૂર્વ કોર્પોરેટર હરીભાઇ ડાંગર, વજુભાઇ લુણાસીયા, નારણભાઇ બોળીયા, દ્વારા ગુરૂનુ પુજન-અર્ચન કરી ગુરૂવંદના કાર્યક્રમ કરવામાં આવેલ.

(3:52 pm IST)