Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

કોંગ્રેસ અનુ.જાતિ ડીપાર્ટમેન્ટ દ્વારા ગુરૂપૂર્ણિમાની ઉજવણી

શહેર કોંગ્રેસ અનુ.જાતિ ડીપાર્ટમેન્ટના આગેવાનો દ્વારા વોર્ડ નં. ૧૫ માં આવેલ અમરનાથ વિદ્યાલય, સ્વામિનારાયણ શૈક્ષણિક સંકુલ, વિવેકાનંદ હાઇસ્કુલ, સરસ્વતી શિશુમંદિર, ગૌતમ બુધ્ધ પ્રા.શાળા નં.૨૯, માં ખોડીયાર પ્રા.શાળા નં.૭૬ ના આચાર્યશ્રીઓને ફુલહાર કરીને મીઠા મોં કરાવવાનો કાર્યક્રમ ગુરૂપૂર્ણિમાં નિમિતે યોજાયો હતો. આ તકે રાષ્ટ્રીય મુળ નિવાસી પરિષદ ઝોનલ ઇન્ચાર્જ અને શહેર કો઼ગ્રેસ અનુ.જાતિ ડીપાર્ટમેન્ટ વોર્ડ નં.૧૫ ના પ્રમુખ નરેશભાઇ જે. પરમાર, વશરામભાઇ ચાંડપા, હિરાલાલ પરમાર, વાલજીભાઇ બથવાર, હિરાભાઇ ચાવડા, રમેશભાઇ વઘેરા, પરેશભાઇ સોલંકી, મુકેશભાઇ બી. પરમાર સહીતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

(3:51 pm IST)