Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

રૂદ્રશકિત ક્ષત્રિય મહિલા સેવાકીય સંસ્થાન દ્વારા શનિવારે સાંસ્કૃતિક કાર્યક્રમઃ ૧૧૦ દિકરીઓ ભાગ લેશે

થાડીરાસ- મટકીરાસ - નાટક - તલવારબાજી વિ.કૃતિઓ રજૂ થશે : ૩૩ જિલ્લાઓના હોદ્દેદારોની હાજરી

રાજકોટ, તા. ૧૭ : સંસ્થાનના પ્રમુખ શ્રી અ.સૌ. માયાબા જાડેજા (શાપર - વેરાવળ)ની આગેવાની હેઠળ આગામી તા.૨૦ના શનિવારના રોજ શ્રી અરવિંદભાઈ મણીયાર હોલ બપોરે સાંસ્કૃતિક કાર્યક્રમ ૨ થી ૬ કલાકેનું આયોજન કરવામાં આવ્યુ છે.

જેમાં અલગ અલગ જીલ્લાના કુલ ૧૧૦ દિકરીઓએ ભાગ લીધો છે. સાત્રાણી દ્વારા ક્ષાત્રધર્મની જાળવણીના મેઈન ઉદ્દેશથી અલગ અલગ અને આપણી સંસ્કૃતિને શોભે તેવી અનેક પ્રકારની કૃતિઓ રજૂ કરાશે જેવી કે થાડી રાસ, મટકી રાસ, નૃત્ય, નાટક, તલવારબાજી, ઘુમર, પ્રાચીન અર્વાચીન ગરબા તથા કથ્થક.

આ કાર્યક્રમમાં ૩૩ જિલ્લાનો હોદ્દેદારો તથા સંસ્થાના પ્રમુખો, સામાજીક અગ્રણીઓ હાજરી આપશે. આ કાર્યક્રમમાં આવનાર તમામ મહિલાને પરંપરાગત રાજપુતી પોષાક પહેરીને આવવાનું રહેશે. જેમાંથી શ્રેષ્ઠ ઉતીર્ણ થનાર કોઈપણ પાંચ વ્યકિતને પારીતોષીક ઈનામ એનાયત કરવામાં આવશે.૨૦મીના સવારે ૧૦ થી ૧૨ કલાક દરમિયાન રતનપર રામજી મંદિર ખાતે ક્ષત્રાણી હોદ્દેદારોને આવરી લઈને રાજપૂત સમાજના વિવિધ પ્રશ્નોની ચર્ચા વિચારણા કરવામાં આવશે. દરેક જિલ્લા ટીમવર્ક ફાળવી સમાજને લગતા કાર્યો થાય તેવા પ્રયાસ થશે. તેમ સંસ્થાના પ્રમુખશ્રી માયાબા જાડેજાની યાદીમાં જણાવાયુ છે. વધુ વિગતો માટે મો.૯૭૨૨૨ ૦૩૦૩૩ ઉપર સંપર્ક કરવો.

(3:51 pm IST)