Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

યુવતિનું અપહરણ કરી દુષ્કર્મના કેસમાં આરોપીને જામીન પર છોડવા હુકમ

રાજકોટ તા.૧૭ : અહીંના મવડી વિસ્તારની એક યુવતિનું અપહરણ કરી ગાંધીનગર મુકામે લઇ જઇ લગ્ન કરવાની લાલચ આપીને દુષ્કર્મ  આચરવા અંગે પકડાયેલ આરોપી ભાવેશ સુખાભાઇ બોરીચાને સેસન્સ અદાલતે જામીન પર છોડવાનો હુકમ કર્યો હતો.

આ બનાવ અંગે આરોપી સામે અપહરણ, બળાત્કાર અને જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગેનો ગુનો નોંધાયો હતો.

પોલીસે આ ગુનામાં આરોપીની ધરપકડ કરીને જેલ હવાલે કરતા આરોપીએ જામીન પર છુટવા અરજી કરી હતી.

આ કામના આરોપીને જેલ હવાલે કરતા આરોપીએ રાજકોટના સેસન્સ જજ શ્રી ડી.ડી.ઠકકર સમક્ષ રેગ્યુલર જામીન અરજી કરેલ, જે જામીન અરજીમાં આરોપીના વકીલએ ફરીયાદી પહેલા અગાઉ ત્રણ વખત પોલીસ સમક્ષ આપેલ નિવેદનો અને તા.૮/પ/ર૦૧૯ ના રોજ મહીલા પોલીસ સમક્ષ આપીલ ફરીયાદ રજુ કરેલ, જે તમામ પુરાવા જોતા ફરીયાદ ફોલ્સ અને ફેબ્રીકેટેડ હોય તેવું દર્શાય આવે છે, અને આરોપીઓ નિત્ય નિવાસ રાજકોટના હોય કયાંનાસી-ભાગી જવાના નથી તેવી રજુઆત કરેલ તેમજ વડી અદાલતના ચુકાદાઓ રજુ કરેલ, આરોપીની અરજી અનુસંધાને સેસન્સ કોર્ટએ બન્ને પક્ષોની દલીલ સાંભળી આ કામના પ્રત્યેક આરોપીને શરતોને આધીન રકમ રૂ.૧૦,૦૦૦/-ના જામીન પર મુકત કરેલ છે, આ કામે આરોપીઓ વતી એડવોકેટ મીતુલ જે. આચાર્ય, કિરણ રૂપારેલીયા, કૌશીક સોઢા, નિરલ કે.રૂપારેલીયા તથા ઉદયભાઇ ખુમાણ રોકાયેલ હતા.

(3:45 pm IST)