Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

એએસઆઇ-કોન્સ્ટેબલ હત્યા-આત્મહત્યા કેસ

ફલેટમાં રિવોલ્વર ભુલી જનારા એએસઆઇ વિવેક કુછડીયા સામે તોળાઇ રહેલા પગલા

રાજકોટ તા. ૧૭: મહિલા એએસઆઇ ખુશ્બૂ કાનાબાર અને કોન્સ્ટેબલ રવિરાજસિંહ જાડેજાના હત્યા-આત્મહત્યા પ્રકરણમાં અન્ય એક એએસઆઇ વિવેક કુછડીયા સામે બેદરકારી સબબ પગલા તોળાઇ રહ્યાનું ઉચ્ચ અધિકારીઓએ જણાવ્યું હતું. ખુશ્બૂ કાનાબાર અને રવિરાજસિંહના મૃતદેહ જે ફલેટમાંથી મળ્યા એ ફલેટમાંથી ખુશ્બૂ કાનાબારની સર્વિસ પિસ્તોલ ઉપરાંત યુનિવર્સિટીના જ અન્ય એએસઆઇ વિવેક કુછડીયાની સર્વિસ રિવોલ્વર પણ મળી હતી. ઘટનાની આગલી રાતે વિવેક અને તેના પત્નિ પણ આ બંનેની સાથે હતાં. પોતે રિવોલ્વર ભુલી ગયાની વાત કુછડીયાએ અધિકારીઓની પુછતાછમાં જણાવ્યું હતું. રિવોલ્વર ભુલી જવાની બેદરકારી સબબ તેની સામે પગલા તોળાઇ રહ્યાનું જાણવા મળે છે. રાજદિપસિંહ અને ખુશ્બૂ કાનાબારની પ્રેમકહાનીથી પણ કુછડીયા વાકેફ હતાં.

(3:54 pm IST)