Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

શેઠ ઉપાશ્રયે જૈન સંઘમાં તપ-જપ સાથે ચાતુર્માસ પ્રારંભ

પૂ. સાધુ-સાધ્વીજીના સાનિધ્યમાં સામુહિક ચાતુર્માસના સ્મૃતિ અંક - ર૦૧૮નું વિમોચન સદાનંદી પૂ. સુમતિબાઇ મહાસતીજી આદીની નિશ્રામાં ભવ્ય આયોજન

રાજકોટ : ગોંડલ સંપ્રદાયના તપસમ્રાટ પૂ. ગુરૂભગવંતશ્રી રતિલાલજી મ.સા. ધ્યાન સાધક પૂ. ગુરૂદેવશ્રી હસમુખમુનિ મ.સા. એવંમ પૂ. મુકત-લીલમ ગુરૂણીના સુશિષ્યા સદાનંદી ગુરૂણીમૈયા પૂ. શ્રી સુમતિબાઇ મહાસતીજી સાધ્વીરત્ના પૂ. સ્મિતાબાઇ મહાસતીજી, સાધ્વીરત્ના ડો.પૂ. અમિતાબાઇ મહાસતીજી, સાધ્વીરત્ના પૂ. સંજિતાબાઇ મહાસતીજી આદી ઠાણા- ૪ ના સાનિધ્યમાં ગુરૂ પૂર્ણિમા નિમિતે શ્રી શેઠ ઉપાશ્રય જૈન સંઘના આંગણે ભવ્ય ચાતુર્માસનો પ્રારંભ થયો તેમજ ૪ મહિના સુધી સવારે ૯.૧પ થી ૧૦.૧પ રોજ બરોજ વ્યાખ્યાન તથા તપ-જપ ચાલી રહયા છે. વ્યાખ્યાન બાદ જાપ ત્રિરંગી સામયિક અને સાંજે ૭ વાગ્યે પ્રતિક્રમણનું આયોજન રાખવામાં આવેલ છે. ભારતભરમાં પહેલીવાર અનુપુર્વી આરાધનાનું ૩પ દિવસનું તપ -  જપ - આરાધના સદાનંદી પુ. સુમતિબાઇ મહાસતીજીની પ્રેરણાથી કરવામાં આવેલ છે. જેમાં બહોળી સંખ્યામાં આરાધકો જોડાયા છે. ચેરમેન ચંદ્રકાંતભાઇ શેઠ, હેમલભાઇ મહેતા, નિતિનભાઇ દોશી, રસીકભાઇ, પરેશભાઇ કોઠારી વિગેરે તથા મહિલા મંડળના બહેનોના હસ્તે સામુહિક ચાતુર્માસ સ્મૃતિ અંક ર૦૧૮નું વિમોચન કરવામાં આવેલ હતુ.

(3:36 pm IST)