Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

સુરીલા સફર : રાજકોટ સીટી વુમન્સ કલબના સભ્યો માટે શુક્રવારે નવા-જૂના ગીતોનો કાર્યક્રમ

શ્રીકાંત નૈયર, રીના ગજ્જર, પ્રીતિ ભટ્ટ, ઋષભ મકવાણા, સંજય ટાંક ગીતો પીરસશે

રાજકોટ, તા. ૧૭ : રાજકોટ સીટી વુમન્સ કલબના સભ્ય બહેનો માટે તા.૧૯ના શુક્રવારે બપોરે ૩:૩૦ કલાકે હેમુગઢવી હોલ ખાતે સુપર મ્યુઝીકલ 'સુરીલા સફર' નવા - જૂના ફિલ્મી ગીતોનો કાર્યક્રમ નામાંકિત કલાકારોના સથવારે ગીતોની રમઝટ બોાવશે.

જેમાં શ્રીકાંત નૈયર (વોઈસ ઓફ રફી - કિશોર), રીના ગજ્જર (વોઈસ ઓફ લતા), પ્રીતિ ભટ્ટ (વોઈસ ઓફ આશા - ઉષા), ઋષભ મકવાણા, વોઈસ ઓફ કિશોર સંજય ટાંક, ઓરકેસ્ટ્રા તુષાર ગોસાઈ જેવા કલાકારો પોતાની કલાને બિરદાવશે.સીટી વુમન્સ કલબના પ્રમુખ પ્રફુલાબેન મહેતા અને સુપર કમીટીના સથવારે સભ્ય બહેનોના મનગમતા કાર્યક્રમો રજૂ કરે છે. પીકનીક, હાસ્ય દરબાર, નાટક, મ્યુઝીકલ, કસુંબીનો રંગ જેવા કાર્યક્રમ યોજાય છે. હાલમાં સીટી વુમન્સ કલબમાં ૯૫૫ સભ્યો છે.આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના પ્રમુખ પ્રફુલાબેન મહેતા, ઉપપ્રમુખ ઈન્દીરાબેન ઉદાણી, ચેરમેન મીનાબેન વસા, વાઈસચેરમેન બિન્દુ મહેતા, સેક્રેટરી હીનાબેન મોદી, જોઈન્ટ સેક્રેટરી દર્શના મહેતા, એડવાઈઝર નીતા મેઈ, કલ્પનાબેન પારેખ, પ્રીતિબેન ગાંધી, અલ્કાબેન ગોસાઈ વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.(તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(3:33 pm IST)