Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

'ગ્રીન ક્રોસ' ચેનલની પેથોલોજી લેબોરેટરીનો રાજકોટમાં મંગલારંભ : રાહત દરે તપાસ

રાજકોટ તા. ૧૭ : શહેરના વિદ્યાનગર મેઇનરોડ પર લાઇફ લાઇન કોમ્પલેક્ષમાં 'ગ્રીન ક્રોસ' પેથોલોજી લેબોરેટરીનું મંગલ ઉદ્દઘાટન થયેલ છે. ડો. મોનીલ પી. ઠકરારના દાદાજી શ્રી ધીરજલાલ દામોદર ઠકરાર અને ગ્રીન ક્રોસ પેથોલોજી લેબોરેટરીના બોર્ડ ઓફ ડાયરેકટર વિનોદભાઇ પટેલના હસ્તે આ નવી લેબોરેટરી ખુલ્લી મુકવામાં આવી હતી. પેથોલોજી લેબોરેટરીની ગુજરાતના વિવિધ શહેરોમાં બ્રાન્ચ ધરાવતી આ ચેનલની લેબોરેટરી હવે રાજકોટમાં પણ શરૂ થઇ છે. અમદાવાદ, સુરત, ગાંધીનગર, પાલનપુર, સુરેન્દ્રનગર, ભાવનગર, જુનાગઢ અને રાજકોટના ડોકટરો તથા લોકોને સંતોષજનક સેવા આપવાના ધ્યેયથી શરૂ કરાયેલ આ લેબોરેટરીમાં એમ.એમ.એસ.ની ડીગ્રી ધરાવતા અને રઘુવંશી સમાજની ગૌરવરૂપ પ્રતિભા એવા ડો. મોનીલ પી. ઠકરારના નેતૃત્વ હેઠળ હિમેટોલોજી, બાયોકેમેસ્ટ્રી, સીરોલોજી, સાયટોલોજી, બાયોપસી, મોલેકયુલર ટેસ્ટ જેવી બધીજ તપાસો કરી અપાશે. તેમજ દર બીજા અને ચોથા શનિવારે કેમ્પ થશે. જેમાં ડાયાબીટીસ, લીપીડપ્રોફાઇલ, થાઇરોઇડ, વિટામીનને લગતા ટેસ્ટ ૫૦% ના રાહતદરે કરી અપાશે. હોમ કલેકશનની સુવિધા પણ ઉપલબ્ધ છે.   વધુ માહીતી માટે મો.૯૭૧૨૪ ૮૦૮૦૯ અથવા ફોન ૦૨૮૧- ૨૪૮૦૮૦૯ ઉપર સંપર્ક કરી શકાય છે.

(3:32 pm IST)