Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

દૂષ્કર્મના કેસમાં સામેલ શામજી મકવાણાને ખોટી રીતે સંડોવી દેવાયાની પુત્રીની રજૂઆત

રાજકોટઃ શહેરમાં યુનિવર્સિટી પોલીસ મથકમાં નોંધાયેલા એક દૂષ્કર્મના કેસમાં નવા થોરાળાના શામજીભાઇ મકવાણાને ખોટી રીતે આરોપી તરીકે જોડી દેવામાં આવ્યાની અને આ કેસમાં તટસ્થ તપાસ કરી સત્ય સામે લાવવાની માંગણી શામજીભાઇના દિકરી પાયલ મકવાણા તથા જમાઇ સુનિલ નાથાભાઇ ચાવડાએ રજૂઆત કરી છે કે ફરિયાદમાં આરોપી તરીકે જેના નામ અપાયા છે તેમાં શામજીભાઇનું પણ નામ જોડાયું છે. તેને ખોટી રીતે ફીટ કરી દેવાયા છે. પોલીસે આ કેસમાં બાળ કિશોરને પકડ્યો હતો તેણે પણ શામજીભાઇ પોતાની સાથે નહિ હોવાનું કહ્યું હતું. શામજીભાઇ જે તે વખતે કોર્ટની મુદ્દતમાં હતાં. તેના સીસીટીવી ફૂટેજ પણ છે. આ બાબતે પોલીસ તટસ્થ તપાસ કરે તેવી તેના દિકરી, જમાઇ તેમજ કુટુંબીજનોએ માંગણી કરી  છે.

(3:34 pm IST)