Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

ચાર જીલ્લામાંથી હદપાર કરવાના હુકમની દરખાસ્ત રદ કરતા નાયબ કલેકટર

રાજકોટ તા.૧૭: લોધીકા તાલુકાના કાંગશીયાળી ગામના રહેવાસી શાંતુબેન રાજભાઇ ચુડાસમાને રાજકોટ શહેર તથા અન્ય બીજા ચાર જીલ્લાઓમાંથી હદપાર કરવા અંગે શાપરવેરાવળ પોલીસ સ્ટેશન દ્વારા દરખાસ્ત કરવામાં આવેલ જે દરખાસ્ત નાયબ કલેકટરે નામંજુર કરતો હુકમ ફરમાવેલ છે.

આ બનાવની હકીકત મુજબ કાંગશીયાળી ગામના રહેવાસી શાંતુબેન રાજભાઇ ચુડાસમા વિરૂધ્ધ પ્રોહીબીશનના ગુન્હાઓ નોંધાયા હતા.  તેમજ શાંતુબેન ચુડાસમા તે વિસ્તારના લોકોને યેનકેન પ્રકારે પજવણી કરતા હોવાની ફરીયાદો ઉઠવા પામેલ હતી તેમજ લોકો પાસેથી નાણા પડાવવા, દુકાનો માથી મફત માલ લઇ લેવો આ પ્રકારની અનેક ફરીયાદો ગુપ્ત સાહેદો દ્વારા પોલીસને કરવામાં આવી હતી તેમજ શાંતુબેન બુટલેગર હોય દારૂનુ વેચાણ કરી પ્રજાજનો ઉપર ખોટા આક્ષેપો કરી મારકુટ કરી સરાજાહેર બય ફેલાવી દહેશન પેદા કરતા હોય. તેમજ શાપર વિસ્તારમાં શાંતુબેન ચુડાસમાની ગેરકાયદેસર પ્રવૃતીઓ નિરંકુશ બની હોય તેમજ સમાજ વિરોધી પ્રવૃતીઓ ચોરી છુપીથી ચાલુ રાખેલ હોય જેથી શાપર વેરાવળ પોલીસે શાંતુબેન ચુડાસમાને રાજકોટ જીલ્લા ઉપરાંત ગીર સોમનાથ, દેવભૂમી દ્વાકા, પોરબંદર, જામનગર, સુરેન્દ્રનગર,જુનાગઢ, અમરેલી આ તમામ જીલ્લા માથી ૨ વર્ષ માટે હદપાર કરવા અંગે નોટીસ ઇશ્યુ કરવામાં આવી હતી જે અંગે હદપારીનો કેસ ચાલી જતા શાંતુબેન ચુડાસમાના વકીલે રજુ રાખેલ લેખીત જવાબ તથા દલીલોને ધ્યાને લઇ શાંતુબેન ચુડાસમા વિરૂધ્ધ કરવામાં આવેલ હદપારીની દરખાસ્ત નામંજુર કરતો હુકમ નાયબ કલેકટરે કરેલ છે.

આ કામે આરોપી વતી એડવોકેટ સંજય એચ.પંડિત રોકાયા હતા.

(3:31 pm IST)